15 ઓગસ્ટમધ્ય ગુજરાત

અમદાવાદમાં બાળકોથી લઈ પોલીસ જવાનોની અનોખી ત્રિરંગા યાત્રા

Text To Speech

દેશભરમાં 15 ઓગષ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં આ અવસરને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે ભવ્ય ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના નાના બાળકોથી માંડીને સૌ કોઈ દેશભક્તિના ભાવે રંગાયા હોય એવા દશ્યો જોવા મળ્યા હતા.

triranga yatra Ahmedabad

આ ઉપરાંત શહેરના પોલીસ અધિકારીઓ દ્વારા પણ ખાસ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા કાઢવામાં આવેલી ત્રિરંગા યાત્રામાં ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર અજય ચૌધરી, ડીસીપી હાજર રહ્યા હતા.

દેશભરમાં ‘હર ઘર ત્રિરંગા’ યોજના અંતર્ગત PM મોદી દ્વારા તિરંગા લહેરાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં શળાના વિધાર્થીઓ દ્વારા આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ઘણો લાંબો ત્રિરંગો જોવા મળ્યો હતો. આ ત્રિરંગા યાત્રામાં શાળાના બાળકોએ અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરી હતી. જેમાં કોઈ મહાત્મા ગાંધી, શિવાજી તો કોઈ ભારતમાતા બન્યું હતું.

Ahmedabad Triranga Yatra

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત, ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોસ્ટરો, બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન કરવામાં આવશે.

આ પણ વાંચો : કોમી એકતાની મિશાલ બની સુરતની ત્રિરંગાયાત્રા

Back to top button