સોમનાથ મહાદેવ મંદિર દ્વારા શરૂ કરાઈ અનોખી સેવા, હવે ભક્તો ઓનલાઇન મેળવી શકશે વસ્ત્ર પ્રસાદ
ગુજરાતમાં આવેલ બાર જયોતિર્લિંગમાના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ત્યારે આ મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખી સેવા શરૂ કરવામા આવી છે. જેથી હવે મંદિરના પ્રસાદની સાથે સાથે ભગવાનના વસ્ત્રોનો પ્રસાદ પણ ઓનલાઇન સરળતાથી મળી શકશે. હવે ઓનલાઇન મહાદેવના પિતાંબર, પાર્વતી માતાની સાડી અને મંદિરની ધ્વજા મેળવી શકશે.
ભક્તો માટે શરુ કરાઈ અનોખી સેવા
સોમનાથ મહાદેવના ભક્તો માટે સોમનાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા આ અનોખી સેવા શરુ કરવામાં આવી છે. જેથી મંદિરના પ્રસાદની સાથે સાથે ભગવાનના વસ્ત્રોનો પ્રસાદ પણ ઓનલાઇન સરળતાથી મળી શકશે. સોમનાથ મહોદેવના મંદિરમાં વર્ષ 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઇ-દર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. ત્યારે સોમનાથ મંદિરમાં ફરી એક વાર આધુનિતા અને આદ્યાત્મિકતાનો સમન્વય જોવા મળશે. ભક્તો હવેથી ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરવાની સાથે વસ્ત્ર પ્રસાદી પણ મંગાવી શકશે. જેથી કોઈ કારણસર સોમનાથ મહાદેવના મંદિરે ન જઈ શકનારા ભક્તોને માટે આ સેવા ખૂબ ઉપયોગી રહેશે.
મહાદેવનો વસ્ત્ર પ્રસાદ દેવાનો શુભારંભ
આ મહિનાની માસિક શિવરાત્રિના પાવન પર્વના દિવસે આ ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદ્યશક્તિ પીઠના મહંત સ્વામી અને સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
કેવી રીતે મંગાવી શકાશે આ વસ્ત્ર પ્રસાદ ?
ભક્તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org પર સોમનાથ મહાદેવને શૃંગાર કરાયેલા ધોતી, પીતાંબર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડી, સોમનાથ મંદિર પર આરોપિત કરાયેલા ધ્વજા પ્રસાદી સ્વરૂપે ઓનલાઇન ઓર્ડર કરી શકશે.
છેલ્લા ઘણા સમયથી કરાઈ હતી માગ
છેલ્લા ઘણા સમયથી શ્રદ્ધાળુઓ ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા માંગ કરી હતી. ત્યારે હવે સોમનાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા ભક્તોની માગ સ્વીકારીને આ સેવા શરુ કરી દીધી છે. હવેથી ભક્તો ઘરે બેઠા સોમનાથ જ્યોતિર્લિંગ ને સ્પર્શ કરેલ અને શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે.
આ પણ વાંચો :મેટ્રોના ખોદકામ દરમિયાન સુરતમાંથી મળી આવી ઐતિહાસિક વસ્તુ, લોકો પણ થયા આશ્ચર્યચકિત