ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

અરવલ્લીના મોડાસામાં અનોખું મતદાન મથક બનાવવામાં આવ્યું, જાણો શું છે ખાસ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન થવાનું છે. જેને લઇને તમામ જગ્યાએ સંપૂર્ણ વ્યવસ્થા કરવામા આવી છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં અનોખું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મોડાસામાં સખી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકમાં ફક્ત મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવશે.

અનોખું મતદાન મથક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણીપંચે આ વખતે કેટલાક નવતર પ્રયોગો હાથ ધર્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં ચૂંટણીપંચ દ્વારા એક અનોખું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મોડાસાના મતદાન મથકમાં સખી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ સખી મતદાન મથકમાં માત્ર મહિલાઓ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સખી મતદાન મથકમાં 500થી વધુ મહિલાઓ મતદાન કરશે.

આ પણ વંચો :જો તમે કર્યું મતદાન તો તમને પણ મળશે સસ્તું પેટ્રોલ, જાણો શું છે વ્યવસ્થા

મોડાસા મતદાન મથક - humdekhengenews

ચૂંટણી પંચનો નવતર પ્રયોગ

મહત્વનું છે કે લોકશાહીના આ અવસરમાં મહિલાઓ પણ મહત્વની ભુમિકા ભજવી રહી છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મહિલાઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સખી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથક તો મહિલાઓથી સંચાલિત છે જ પરંતું સુરક્ષામાં પણ મહિલા પોલીસ કર્મીઓને જ રાખવામાં આવ્યા છે. આ મતદાન મથકમાં મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે મતદાન મથકને સજાવવામાં પણ આવ્યું છે. સાથે મતદાનનો સંદેશ આપતી રંગોળી પણ દોરવામાં આવી છે.

મતદારોમાં ઉત્સાહ

અરવલ્લીના મોડાસામાં મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા પણ મતદારોનો ઉત્સાહ વધારવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. મોડાસા ખાતે પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. ત્યારે પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં પણ મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Back to top button