ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

ઔરંગાબાદના અનોખા લગ્ન જેમાં રક્તની કરવામાં આવી માંગ

ઔરંગાબાદ, 24 જાન્યુઆરી : નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશને ગુલામીથી મુક્ત કરવા માટે એક સૂત્ર આપ્યું હતું, “તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા” નેતાજીના આહ્વાનની અસર એવી હતી કે યુવાનો તેમની સાથે જોડાયા અને આઝાદ હિંદ ફોજની રચના થઈ. આ આઝાદ હિંદે દેશની આઝાદીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ઔરંગાબાદમાં પણ એક આવા જ લગ્ન યોજાયા હતા જેમાં વરરાજાએ દુલ્હન સામે શરત મૂકી કે તું મને લોહી આપ તે પછી જ હું તારા ઘરે જાન લઈને આવીશ. અહીં રક્ત આપવાનો અર્થ રક્તદાન કરવાનો હતો અને કન્યાના પરિવારે ખુશીથી તેનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ વર અને વધુ પક્ષ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું અને પટના બ્લડ બેંકને 70 યુનિટથી વધુ રક્ત આપવામાં આવ્યું, જેથી લોહીની અછતથી પીડાતા લોકોના જીવ બચાવી શકાય. જિલ્લામાં આયોજિત આ લગ્નની ખૂબજ ચર્ચા થઈ છે.

ઔરંગાબાદ જિલ્લાનું હસપુરા

આ મામલો ઔરંગાબાદ જિલ્લાના હસપુરાનો છે, જ્યાં સોમવારે રાત્રે હસપુરાના અનીશ અને આરાની સિમરન એકબીજા જોડે લગ્નબંધનમાં બંધાયાં હતાં. હસપુરાનો અનીશ તેના વિસ્તારમાં રક્તવીર તરીકે ઓળખાય છે અને તે દરેક પ્રસંગે રક્તદાન કરીને તે પ્રસંગને ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી તે પરિવારની ખુશીની સાથે અન્ય પરિવારની ખુશીમાં પણ વધારો થાય.

70 થી વધુ લોકોએ કર્યું રક્તદાન

અનીશ અને તેની ભાવિ પત્ની જે એક સામાજિક કાર્યકર પણ છે, વર-વધૂએ આ લગ્ન પ્રસંગે રક્તદાન કરીને આ પ્રસંગને વધુ યાદગાર બનાવી દીધો હતો. આ અંગે પરિવારના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને લગ્નના કાર્ડમાં પણ એક શુકન તરીકે રક્તદાન માટેની અપીલ કરવામાં આવી હતી. આ માટે પટનાની નિરામય બ્લડ બેંકના ડાયરેક્ટર ડૉ. રાકેશ રંજને આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 70થી વધુ લોકોએ રક્તદાન કરીને આ અંગે જાગૃતિ પણ મેળવી હતી. ડોક્ટર રાકેશે કહ્યું કે, તેણે તેના જીવનમાં પહેલીવાર આવું રક્તદાન કર્યું છે.

દુલ્હનની ભાભીએ શું કહ્યું?

અનીશ અને સિમરનના લગ્ન સમારોહ દરમિયાન આયોજિત રક્તદાન કેમ્પમાં કન્યાના ભાઈ, બહેન અને ભાભીએ રક્તદાન કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી. દુલ્હનની ભાભી રેખા કેસરીએ જણાવ્યું કે તે એક સામાન્ય ગૃહિણી છે અને જીવનમાં પ્રથમ વખત રક્તદાન કર્યું છે. તેમ જ, તે તેની નણંદને લગ્નની આથી મોટી ભેટ ન આપી શકત. આ ઉપરાંત, બ્લડ બેંકની ટીમે જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે દરેક લગ્ન સમારોહમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે જેથી લોહીના અભાવે કોઈનું મૃત્યુ ન થાય.

આ પણ વાંચો : મલ્લિકાર્જુન ખરગેનો અમિત શાહને પત્ર, રાહુલ ગાંધીની સુરક્ષા અંગે કરી વિનંતી

Back to top button