મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની અનોખી પહેલ, જાણો શું કરી પહેલ !


ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ઓળખ ધરાવનાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં હવેથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી લાઇટ આવતું હોય અત્યા સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બાનાખત થઈ ગયા હોય તેવા કેસમાં ભાવ જૂની જંત્રી પ્રમાણે લાગુ રહેશે : ક્રેડાઈ પ્રમુખ
પોતાના મૃદુ સ્વભાવથી જાણીતા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલય અને ઓફિસ સિવાય અન્ય મંત્રીઓને પણ વીજળીની બચત થાય તે હેતુથી સૂચન કરવામાં આવ્યું છે કે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જેમ આ પહેલને અનુસરે જેથી વ્યર્થ થતી વીજળીની બચત થઈ શકે.
આ પણ વાંચો : AMC : દોઢ મહિનાથી કરેલા 20 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી
ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસો શરૂ થતાંની સાથે જ લાઇટ ચાલુ થઇ જતાં હોય છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલથી વધારે નહિ પણ સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે.