ગુજરાતટ્રેન્ડિંગ

મહુવા નગરપાલિકાની અનોખી પહેલ, ભેગું કરો પ્લાસ્ટિક અને બદલે મેળવો રૂપિયા

૩ જૂલાઈને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે જાગૃતિ ઉભી કરવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિવસના પરિણામે હવે સ્થાનિક સ્તરે જાગૃતિ ઉભી થઈ રહી છે. ભાવનગર જિલ્લાનું મહુવા શહેર તેનું ઉદાહરણ છે.

પ્લાસ્ટીક મુકત જુલાઇ: ઉપયોગ પ્રત્યેની જાગૃતિ જ સ્વચ્છ વિશ્વ નિર્માણ કરશે -  Abtak Media

‘ક્લીન મહુવા’ પ્રોજેક્ટના હેડ યોગેશ મહેતા જણાવે છે કે, શહેરમાંથી પ્લાસ્ટિક લેવા માટે અમે 125 ઈવેન્ટ બનાવી અંદાજે 18 હજારથી વધુ લોકોને અભિયાન દ્વારા જોડી લોકોને જાગૃત કર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં સામાન્ય નાગરિકો તેમજ શ્રમજીવીઓ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવી વળતરરુપે રુપિયા અથવા ખાતર પણ મેળવી શકે છે.

અહીં પ્લાસ્ટિકના કાગળ, બેગ, રેપરના એક કિલો વેસ્ટના વળતરમાં બે રુપિયા, દૂધ-છાશની થેલીના એક કિલો વેસ્ટના વળતરમાં 10 રુપિયા, બિસ્લેરી બોટલના એક કિલો વેસ્ટના વળતરમાં 23 રુપિયા ચુકવવામાં આવે છે. એટલું જ નહીં, અહિં નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારા લોકોને કાપડની થેલી સહિતની વસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજપીપળા : વન વિભાગએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

મહુવા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખુ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. અહીં લોકોને પ્લાસ્ટીકના બદલામાં નાણાં અથવા ખાતરરૂપે વળતર આપવામાં આવી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે.

મહુવા નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવો જ એક સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે.. મહુવા નગરપાલિકામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને કુલ 18 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી ‘ક્લીન મહુવા’ નું સપનું સાકાર કરવાની દિશામાં ડગ માંડ્યા છે.

આ વિશે નગરપાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલે જણાવ્યું કે, અમે સૌથી પહેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પર ફોકસ કર્યું, ત્યારબાદ નગરપાલિકા વિસ્તારમાં જેટલી જગ્યાએ કચરો વધુ ઠલવાતો હોય તેવા 14 જગ્યાઓ પર પિડિલાઇટના સહયોગથી પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરુ કરવામાં આવ્યાં છે. આ સાથે જ પ્લાસ્ટિક મુક્ત મહુવા ના લક્ષ્યને સિદ્ધ કરવા વિદ્યાર્થીઓ, આગેવાનો અને અન્ય સંગઠનોને પણ જોડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ધાનેરામાં સ્કોર્પિયો ડિવાઇડર અને દુકાનો સાથે ટકરાતા પલટી, ત્રણના કરુણ મોત

Back to top button