ઉત્તર ગુજરાતદિવાળી
પાલનપુરમાં દિવ્યાંગો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરાઇ


પાલનપુર: દીપાવલીના પર્વમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવતું હોય છે. જેમાં પાલનપુરમાં દિવ્યાંગ વ્યક્તિઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દિવાળી પર્વ ચાલી રહ્યું છે. લોકો અવનવા ફટાકડા,મીઠાઈ ,કપડાં લાવીને ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરતા હોઈ છે. પરંતુ ઘણા લોકો દીપાવલીની ઊજવણી કરી શકતા નથી. ત્યારે પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ અને પત્રકાર કપિલ ચૌહાણના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અને દિવ્યાંગ મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ સાથે આ સેવાના કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસખત્રી ,પરાગભાઈ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ વગેરે ખાસ સહયોગી બન્યા હતા.