15 ઓગસ્ટઅમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અનોખો સંયોગ ! આજે શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ 12મું

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાનો જન્મ દિવસ છે અને આજે જ તેમનું 12મું છે.જ્યારે આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતા હતા.

માતૃભૂમિની માટે શહીદી વહોરનાર મહિપાલસિંહને ‘સલામ’

સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં 5મી ઓગસ્ટે વીરગતિ પામ્યા છે. માત્ર 27 વર્ષના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા.તેમના 3 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા, અને જ્યારે શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો ત્યારે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા, અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ મહિપાલસિંહને અંતિમ વિદાય આપવામાં આવી હતી.આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બિરાટનગર પહોંચ્યા હતા.

મહિપાલ સિંહે કાશ્મીરમાં 5મી ઓગસ્ટે શહીદી મેળવી

શહિદ મહિપાલ સિંહ વાલાએ કાશ્મીરમાં 5મી ઓગસ્ટે શહીદી મેળવી હતી. એક તરફ તે પિતા બનવાનો હતો, ઘરે તૈયારીઓ ચાલી રહી હતી. બીજી તરફ જવાને શહીદી મેળવી હતી, જેના કારણે તેમની આ ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. મહિપાલસિંહ એક મહિના પહેલા એક મહિનાની રજા પર અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન બેબી શાવરની વિધિ થઈ હતી, પત્ની ગર્ભવતી હોવાથી તેની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પત્ની માતા બનવાની હતી તેની હાલત ખરાબ હતી. મહિપાલ સિંહના ઘરમાં સારા સમાચારની જગ્યાએ દુખદ સમાચાર આવ્યા. તે પોતાના બાળકનો ચહેરો જુએ તે પહેલા જ તે શહીદ થઈ ગયો.શહીદ જવાનની ગર્ભવતી પત્ની જ્યારે પોતાના પતિના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા.

આજના દિવસે સર્જાયો અનોખો સંયોગ

આજના દિવસે એક અનોખો સંયાગ સર્જાયો છે. આજ ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહનો જન્મ થયો હતો અને આજ ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહે દેશ માટે શહીદી વહોરી તો આજ ઓગસ્ટમાં તેમના ઘરે દીકરી વિરલબાનો જન્મ પણ થયો છે આ સાથે જ આજે એટલે કે 15 ઓગસ્ટે શહીદ મહિપાલસિંહનો જન્મ દિવસ પણ છે અને આજે જ તેમનું 12મું છે.

આ પણ વાંચો : શું ફોન કવર પર ત્રિરંગો છાપવો ગેરકાનૂની છે? જાણો શું છે નિયમો

11 ઓગસ્ટએ મહિપાલસિંહના પત્નીએ બાળકીને આપ્યો હતો જન્મ

થોડા દિવસ પહેલા જ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે.મહિપાલસિંહ વાળાના પત્નીએ શુક્રવાર (11 ઓગસ્ટ)એ બાળકીને જન્મ આપ્યો છે. તેમની આ પુત્રીનું નામ વિરલબા રાખ‌વામાં આવ્યું છે.દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ સૌથી પહેલા શહીદ પતિના કપડાને સ્પર્શ કર્યા હતા, અને તેમને કહ્યું હતુ કે “જો દિકરીને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને અમે ડિફેન્સમાં મોકલીશું”.

શહિદ મહિપાલ સિંહ વિશે વધુ માહિતી

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના મોજીદદ ગામના છે, અને તેઓ અમદાવાદ શહેરના વિરાટનગર સ્થિત સદાશિવ સોસાયટીમાં રહેતા હતા. શહીદ મહિપાલ સિંહ બાળપણથી જ સેનામાં જોડાવા માંગતા હતા. 15 ઓગસ્ટે મહિપાલ સિંહનો જન્મદિવસ હતો.મહિપાલ સિંહ વાલા 34 રાષ્ટ્રીય રાઈફલ્સના સૈનિક હતા. તે લગભગ 8 વર્ષ પહેલા સેનામાં જોડાયો હતો. જબલપુર બાદ ચંદીગઢને છ મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું.

લીલાનગર શાળાને શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ લીલાનગર શાળાને શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, દેશભક્તિ ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વીર શહીદોના પરિવારને સન્માન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં હાલમાં જ કાશ્મીરમાં શહીદ થનાર વીર શહીદ મહિપાલસિંહ વાળાને પણ શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. અને અગાઉ સ્કૂલ બોર્ડ અમદાવાદ આઠ શાળાનું નામાભિધાન વીર શહીદોના નામે થયું હોય તે જ રીતે વિરાટનગર વોર્ડમાં આવેલ લીલા નગર સ્માર્ટ શાળા નંબર 2 ને મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાના નામે નામાભિધાન કરવાની જાહેરાત જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી, 2 શ્રમિકોના મોત, 1 સારવાર હેઠળ

Back to top button