ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટીવિશેષ

દ્વારિકામાં લાખો આહિરાણીઓના ભવ્ય રાસને એક વર્ષ થતાં કરવામાં આવી અનોખી ઉજવણી

Text To Speech

દેવભૂમિ દ્વારકા, 26 ડિસેમ્બર, શ્રી કૃષ્ણની આરાધનાનો એક ભાગ રાસ પણ છે વર્ષો પહેલા ગોપીઓ સાથે ભગવાન મહારાસ રમ્યા. ગત વર્ષે દ્વારિકા મધ્યે આહીરાણીઓ દ્વારા રમાયેલા મહારાસ જેની નોંધ વિશ્વે સ્તરે લેવામાં આવી હતી. ગુજરાતના ખૂણે ખૂણે અને વિદેશથી પણ આહીરાણીઓ એ મહારાસમાં જોડાઈ હતી. પોતાના પરંપરાગત પહેરવેશ અને માન, મર્યાદા અને મોભો જાળવીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ મહારાસ રમી હતી. આખું દ્વારિકા જાણે વનરાવ બની ગયું હોય એમ 37,000 થી વધુ આહીરાણીઓ એક સાથે એક પહેરવેશમાં રાસ લેતી હોય એ દ્રશ્ય ખૂબ જ અદ્દભૂત હતું.

આહીર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. બધા આહીરો એક લોહિયા આહીર બન્યા હતા. એ ઐતિહાસિક મહારાસને એક વર્ષ પૂર્ણ થતાં નાડાપા ગામની મહિલા મંડળ દ્વારા તથા સમસ્ત નાડાપાના ગ્રામજનો દ્વારા મહારાસની યાદમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસ-ગરબા 24/12/2024 ની રાત્રે 9 કલાકે યોજાયા હતા. આ મહારાસમાં સૌને નાડાપા મહિલા મંડળ, સમસ્ત નાડાપા ગામ અને દિવાળીબેન આહિરના સંચાલનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવસે ગામના મંદિરોમાં ધ્વજારોહણ, ગાયોને ચારો, પક્ષીઓને ચણ જેવાં સેવાકીય કાર્ય તથા સાંજે સાધુ સંતોના સામૈયા તથા ગામમાં વસતા તમામ વર્ગ અને સમાજના લોકોનો સમૂહ ભોજનનું આયોજન કરી ગામમાં સમરસતાનું દર્શન કરાવ્યું હતું.

રાત્રે દિવાળીબેન આહિર અને દિપાલીબેન ગઢવીના સ્વરે ભવ્યરાસ ગરબાની રમઝટ કરવામાં આવી હતી. ગ્રામજનો પોતાના પરંપરાગત પહેરવેશમાં રાસમાં જોડાયા હતા. જેવો માહોલ દ્વારિકાધામ મધ્યે મહારાસમાં થયો હતો એવું જ અદભૂત વાતાવરણ સર્જયું હતું. આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ગામની બહેનો જે મહારાસમાં જોડાઈ હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…37 હજાર આહીરાણીઓનો મહા-રાસ, કૃષ્ણ નગરીમાં રચાશે ઇતિહાસ

Back to top button