સ્વામિનારાયણ ગુરૂકુળ-વેડરોડના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી
આવતીકાલે બાળકો થી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવતો તહેવાર એટલે કે મક્રરસંક્રાતિ છે. ત્યારે દરેક જગ્યાઓ પર આ તહેવારને લઈને અનોખી ઉજવણી કરે છે. ત્યારે સુરતમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ઉત્તરાયણ પર્વ અંતર્ગત ‘પતંગ’ની વિશાળ માનવ પ્રતિકૃત્તિ રચીને કરવામાં આવે છે. જેમાં બાળકો, યુવાનોના મનપસંદ તહેવાર ઉત્તરાયણ અંતર્ગત આજ રોજ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ગુરૂકુળના સંતો, આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શનમાં સામૂહિક રીતે ‘પતંગ’ની વિશાળ માનવ પ્રતિકૃત્તિ રચીને આકર્ષક પતંગનો સિમ્બોલ બનાવ્યો હતો. બાળકોના સામૂહિક પ્રયાસોથી પતંગનું એક અનેરૂ દ્રશ્ય સર્જાયું હતું.
આ ઉપરાંત સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દુનિયાના 19 દેશોના 42 પતંગબાજોએ ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના બાહોશ પતંગબાજો ટ્રેઈન્સ જેમ્સ બેકર અને સરથ કિંગ્સલે ગુણવર્દનેએ પતંગબાજીના કરતબો દેખાડ્યા જોવા મળ્યા હતા. તેઓ પાંચ વર્ષથી દેશ-વિદેશના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે, તેઓ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન ચલાવે છે.