ઉત્તર ગુજરાતગુજરાત

અનોખી ઉજવણી : પાલનપુરના વાસણ ગામે પુરૂષો ચણિયા પહેરી ગરબે ઘૂમ્યા

Text To Speech
  • આસોસુદ આઠમના પરંપરાગત રીતે પુરુષો નોરતીયા બને છે

પાલનપુર : પાલનપુર તાલુકાના વાસણ(ધાણધા) ગામે સોમવારે સાંજના સુમારે મંદિરના પટાંગણમાં નોરતિયા અને માતાજીના શેળીયા બની ચણિયા પહેરેલા પુરુષો ગરબે ઘૂમ્યા હતા. ચાલી આવતી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાલનપુર તાલુકાના વાસણ (ધાણધા) ગામે સોમવારે આસો સુદ આઠમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.

પાલનપુર-HUMDEKHENGENEWS

જ્યાં નોરતીયા બનેલા યુવકો ધુણતા ધુણતા અંબાજી માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં ચણીયો પહેરેલા યુવકોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ અંગે વડીલ મોતીજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગામમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આસોસુદ આઠમની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

પરંપરાથી ચાલ્યા આવતા રિવાજ મુજબ યુવકો નોરતીયા બને છે. જેઓ ધુણતા ધુણતા અંબાજી માતાના મંદિરે પહોંચ્યા હતા. નોરતીયાઓની સાથે ચણિયા પહેરીને પુરૂષોએ માતાજીની આરાધના કરી હતી. પુરૂષોના ચણિયા પહેરવા પાછળનું કારણ એ છે કે, નોરતીયા લઓની સાથે માતાજીના શેળીયા હોય છે. જેમણે ચણિયા પહેરવાના હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ઉલ્લેખનીય છે કે, નોરતીયાઓએ કોરડાનો માર પણ ઝીલ્યો હતો. સાથે સાથે મંત્રેલુ લીંબુ લેવાની વિધિ પણ કરવામાં આવી હતી. મંદિરમાં હવન કરાયો હતો. આ પ્રસંગે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Back to top button