અમદાવાદમાં અનોખો કિસ્સો, પત્ની સાફસફાઈ કરતી નહીં હોવાથી પતિએ છૂટાછેડાના પેપર તૈયાર કરાવ્યા
- કંટાળીને પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું
- અભયમની ટીમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું
- છૂટાછેડાના પેપર પણ બનાવડાવીને મહિલાને સહી કરવા માટે આપ્યા હતા
અમદાવાદમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાફસફાઈ કરતી નહીં હોવાથી પતિએ છૂટાછેડાના પેપર તૈયાર કરાવ્યા છે. તેમજ પત્ની છૂટાછેડા આપવા ન માંગતી હોવાથી મહિલા અભયમની મદદ માગી હતી. મહિલા અભયમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને સુખદ સમાધાન કરાવ્યું છે. ઘરમાં ચોખ્ખાઈ રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: શાકભાજીમાં ભાવવધારો, ડુંગળી અને બટાકા કિલોના ભાવ ત્રણ ગણા થયા
અભયમની ટીમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું
નવરંગપુરામાં પત્ની ઘરમાં સાફ્ સફાઈ કરતી ન હતી. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. ત્યારે પતિએ પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કરીને પેપર પણ તૈયાર કરાવી લીધા હતા. પરંતુ પત્નીને છૂટાછેડા આપવા માગતી ન હોવાથી અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતુ. નવરંગપુરામાં 35 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. મહિલાએ 15 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા ઘરના કોઈ કામ કરતી ન હતી અને ઘરમાં જે સામાન પડયો હોય તે તેમનો તેમ જ પડી રહેતો હતો. જેથી પતિ આ બાબતે વાત કરે તો ઝઘડો કરતી હતી. ઘરમાં ચોખ્ખાઈ રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા હતા. જેથી કંટાળીને પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવાનું નક્કી કરીને વકીલને બોલાવીને છૂટાછેડાના પેપર પણ બનાવડાવીને મહિલાને સહી કરવા માટે આપ્યા હતા.
પત્નીને છૂટાછેડા લેવા ન હોવાથી સમજાવવાનો પ્રયાસ કર્યો
પરંતુ પત્નીને છૂટાછેડા લેવા ન હોવાથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિ સમજવા તૈયાર થતો ન હતો. જેથી પત્નીએ 181 પર ફોન કરીને મદદ માગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સેલિંગ કરીને પ્રેમ લગ્ન કર્યા હોવાથી પત્નીને માતા-પિતા તથા પરિવાર તેને બોલાવતો ન હોય અને છૂટાછેડા પછી તેનું અને બાળકોના ભવિષ્યનું શું થશે તેવી માહિતી આપી હતી. તેમજ પત્નીને પણ ઘરમાં સ્વચ્છતા નહીં રાખો તો બિમારી વધારે થશે અને લક્ષ્મીનો વાસ પણ નહીં થાય તેવી માહિતી આપી હતી. આમ બંનેનું સમજાવીને સુખદ સમાધાન કરાવ્યુ હતું.