ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દિલ્હીના રસ્તા પર દેખાઈ અનોખી કાર: ડિઝાઈનથી મોટા ‘કાર ડિઝાઈનરો’ પણ હેરાન, જૂઓ વીડિયો

Text To Speech
  • કાર ખરીદતી વખતે લોકો પોતાની અનુકૂળતા અને ક્ષમતા અનુસાર કસ્ટમાઇઝ કરાવે છે

નવી દિલ્હી, 22 ઓકટોબર: કાર ખરીદવી એ દરેકનો શોખ અને સ્વપ્ન હોય છે. કાર ખરીદતી વખતે, લોકો તેને તેમની અનુકૂળતા અને ક્ષમતા અનુસાર કસ્ટમાઇઝ કરે છે. ઘણા લોકો તેમની કારમાં વધુ જગ્યા બનાવે છે, જેથી રોડ ટૂર પર જતી વખતે વધુ લોકો અને વધુ સામાન સાથે મુસાફરી કરવી સરળ બને છે. પરંતુ, હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અનોખી કાર જોવા મળે છે. આ કારને એવી રીતે કસ્ટમાઈઝ કરવામાં આવી છે કે, તેને જઈને મોટા મોટા કાર ડિઝાઈનરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જુઓ કારનો આ વીડિયો

 

વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની ઊંચાઈ ઘણી વધુ છે. કારમાં છત પણ નથી, તેના બદલે કારમાં મોટા અરીસાઓ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ કારમાં બે મોટા દરવાજા પણ છે. કારનો નીચેનો ભાગ બિલકુલ કાર જેવો છે, પરંતુ ઉપરનો ભાગ JCB જેવો બનાવવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે. તે હોન્ડાની કાર છે, જે રસ્તા પર ખૂબ સારી રીતે ચાલી રહી છે. તેમ છતાં, હું સમજી શકતો નથી કે, તેને આવી ડિઝાઇન કેમ આપવામાં આવી છે? જો નજીકથી જોવામાં આવે તો તે વધુ વિચિત્ર લાગે છે.

લોકોએ આપી પોતાની પ્રક્રિયા

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @iammharshvlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ભાઈ આ કઈ કાર છે? વીડિયો પર લોકો પણ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, “આ અમારા ખલી સરની હોન્ડા છે.” અન્ય યુઝરે લખ્યું કે, “આ ખલી સર માટે બનાવવામાં આવી છે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “તમે ઉભા રહીને પણ આમાં જઈ શકો છો.

આ પણ જુઓ: મહિલાએ પોતાના જ બાળકોને 23મા માળે બારી બહાર AC પર બેસાડી દિધા! જૂઓ વીડિયો

Back to top button