ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને 18 વર્ષ પુરા કરનાર દરેક મતદાર માટે અનોખી ઝુંબેશ
- સમગ્ર દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે
- મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂરા કરેલ યુવાનો મતદાર કાર્ડ કઢાવી શકશે
- નવેમ્બર-ડિસેમ્બરના પ્રથમ શનિવાર-રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે
ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને 18 વર્ષ પુરા કરનાર દરેક મતદાર માટે અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 18વર્ષથી વધુ વયના યુવા મતદાર બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની બેઠક મળી છે. ત્યારે નવેમ્બર-ડિસેમ્બરના પ્રથમ શનિવાર-રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે.
આ પણ વાંચો: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, ઠેર ઠેર ઉજવણી
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂરા કરેલ યુવાનો મતદાર કાર્ડ કઢાવી શકશે
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂરા કરેલ યુવાનો મતદાર કાર્ડ કઢાવી શકશે. તથા નાયબ ચૂંટણી અધીકારીએ વીવીધ કોલેજોના 34 કેમ્પસ એમ્બેસેડરને ઝુંબેશની સમજ આપી હતી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી વિભાગ દ્વારા ખાસ મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ અમલી કરવામાં આવનાર છે. જેમાં 1-1-24ની સ્થીતીએ 18 વર્ષ પુરા કરનાર દરેક યુવાનો મતદાર કાર્ડ કઢાવે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગે કોલેજના કેમ્પસ એમ્બેસેડર સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ, ફાર્મા કંપનીઓ 15 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે
સમગ્ર દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે
સમગ્ર દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. જેમાં નવેમ્બર માસની 4 અને 5 તારીખ તથા ડિસેમ્બર માસની 2 અને 3 તારીખે પ્રથમ શનિવાર-રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાનાર છે. જેમાં બીએલઓ કક્ષાએથી મતદાર યાદી સુધારણા કરવામાં આવશે. બીજી તરફ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો કે જેઓના 18 વર્ષ પુરા થયા હોય તેઓ ખાસ મતદાર કાર્ડ કઢાવે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેના માટે જિલ્લાના નાયબ ચૂંટણી અધીકારી એ.આર.ચાવડા સહિતનાઓએ વીવીધ કોલેજોના 34 કેમ્પસ એમ્બેસેડરને ઝુંબેશની સમજ આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતનો સૌપ્રથમ અને સીમાચિહનરૂપ ચુકાદો, હિટ એન્ડ રન કેસમાં યુવતીને 2 વર્ષની સજા
તા. 5-1-24ના રોજ સુધારેલી મતદાર યાદી પ્રસીદ્ધ થનાર છે
કોલેજોમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 34 કેમ્પસ એમ્બેસેડરને પોતાની સાથે અભ્યાસ કરતા અને 1-1-24ની સ્થિતીએ 18 વર્ષ પુરા થતા હોય તેવા યુવાનો મતદાર કાર્ડ કઢાવે તે માટેની કાર્યવાહીમાં સહભાગી થવા જણાવાયુ હતુ. ત્યારે નવેમ્બર અને ડીસેમ્બર માસના પ્રથમ શનિવાર-રવિવાર બાદ તા. 5-1-24ના રોજ સુધારેલી મતદાર યાદી પ્રસીદ્ધ થનાર છે.