બનાસકાંઠા : જિલ્લા પોલીસ વડાના માતાશ્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી


બનાસકાંઠા 20 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માતા શ્રી કમલા રાજના આજે જન્મ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ સમાજને એક ઉદાહરણ પૂરું પાડે તે હેતુથી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના એસ પી અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજ ના આજે 65 માં જન્મ દિવસ નિમિત્તે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પડે તે હેતુથી જિલ્લા પોલીસ વડાના માતૃશ્રીના જન્મદિવસની ડીસા તાલુકાના ઝેરડા ગામના વાલ્મીકિ સમાજના ત્રણ અનાથ દિકરા દિકરીઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે જ તેમને રાશન કીટ શિક્ષણ કિટ અને જરૂરિયાત ચીજ વસ્તુઓ આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
આજના સમયના લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા કરી પોતાના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પોતાના માતાશ્રીના જન્મદિવસની ઉજવણી અનુભવી રીતે ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લા સંકલન બેઠકમાં પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ ના પ્રશ્નોની રજૂઆતો થઈ