ગુજરાતદક્ષિણ ગુજરાત

માનવતાની અનોખી મશાલ, આ વૃદ્ધાશ્રમ કરાવશે એક અનાથ દીકરીના લગ્ન

ખંભાત: તમે ઘણા વૃધાશ્રમ જોયા હશે જ્યાં નીસહાય ઘરડાઓને રાખવામાં આવે છે. જ્યાં ઘણા વૃદ્ધો એવા હશે જેમના દીકરાઓએ તરછોડ્યા હશે અને કેટલાક એવા હશે જેઓની પાછળ ધ્યાન રાખવા વાળું કોઈ નહિ હોય એટલે ત્યાં રાખવામાં આવ્યા હશે. એવું જ એક વૃદ્ધાશ્રમ છે ’જીવનધારા વૃદ્ધાશ્રમ’ જ્યાં આવા જ વડીલોની સેવા કરવામાં આવે છે.

આ જીવનધારા વૃદ્ધ્શ્રમે એક એવું કાર્ય કર્યું છે જેની આખા ગુજરાતમાં વાહવાહી થઇ રહી છે. અહીના બધા વૃદ્ધોએ મળીને એક 24 વર્ષની એક દીકરીના લગ્ન કરવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે લગ્નનો બધો ખર્ચો આ વૃદ્ધ્શ્રમના વડીલો ઉઠાવી રહ્યા છે.

ઓલ્ડ - Humdekhengenews

વાત એવી છે કે એક દીકરી જેનું નામ સલોની છે. બાળપણ માં જ સલોનીના માતાપિતા ગુજરી ગયા હતા. ત્યારબાદ સલોનીની સંપૂર્ણ જવાબદારી તેના કાકાએ લીધી હતી. પરંતુ કારોનાકાળમાં તેના કાકાને પેરાલીસીસ નો હુમલો આવતા તે ખાટલાવશ થયા. હવે દીકરીનું ધ્યાન રાખવા માટે કોઈ હતું નહિ. કાકાને પેરાલીસીસ થતા દીકરી ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ પડી. આથી સમાજસેવીઓએ જીવનધારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો. ત્યાંના ટ્રસ્ટી સંદીપ શાહના ધ્યાને આ આવી હતી.

old - Humdekhengenews

ટ્રસ્ટી પોતે આ બધી પરિસ્થિતિ સમજવા ખંભાત ગયા હતા. જ્યાં તેમને બધું જોતા નક્કી કર્યું કે દીકરીને આ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવશે. એટલું જ નહિ તેમના કાકાને ‘જીવનધારા પેરાલીસીસ રીહેપ સેન્ટર’ માં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ત્યારબાદ સલોની માટે વૃદ્ધ્શ્રમ જ તેનું ઘર બની ગયું. ત્યાં તે દરેક પ્રકારનું કામ કરવા લાગી તથા વૃદ્ધોની સેવા કરવા લાગી, ત્યાંના વૃદ્ધોની પણ સલોની મનગમતી બનતી ગઈ.

old - Humdekhengenews
જીવનધારા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી

ત્યારે હવે જ્યારે સલોનીની ઉમર લગ્ન ને લાયક બની ગઈ છે ત્યારે અહીના વૃદ્ધોએ ભેગા મળીને દીકરીના લગ્ન કરાવાનું નક્કી કર્યું , તેમના માટે સારો છોકરો જે તેને સાચવી રાખે તેની શોધ કરવાનું શરુ કર્યુ, ત્યારબાદ નીકુજ નામનો છોકરો ધ્યાનમાં આવતા અને દરેક વૃદ્ધોને તે પસંદ આવતા હવે આગામી 30 એપ્રિલે બંનેના લગ્ન નક્કી કરેલ  છે.

આ ગુજરાતની પ્રથમ ઘટના છે જ્યાં વૃદ્ધ્શ્રમે કોઈ અનાથ દીકરીના લગ્ન કરાવ્યા હોય , આ ઘટનાની આખા ગુજરાતમાં ચર્ચા કરી રહ્યા છે અને જે કોઈ પણ આ વાત સાંભળે છે તે વૃદ્ધાશ્રમની વાહવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો: પાલનપુરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 15 અનાથ દીકરીઓના હાથ પીળા કરાયા

 

 

Back to top button