ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

વડોદરાની 5 વર્ષની બાળકીની અનોખી સિદ્ધિ, 2.49 મિનિટમાં 9 શ્લોક બોલી બનાવ્યો રેકોર્ડ

વડોદરા, 15 ઓકટોબર, વિશ્વની સૌથી પહેલી ભાષા સંસ્કૃત ગણાય છે ત્યારે આજના પશ્ચિમીકરણને કારણે અંગ્રેજી ભાષાએ સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ મેળવી લીધું છે, ત્યારે ભારતમાં પણ સંસ્કૃત ભાષા ધીરે-ધીરે માત્ર કર્મકાંડ પૂરતી જ ઉપયોગમાં રહી છે. ધીરે-ધીરે તે પણ લુપ્ત થઈ રહી છે ત્યારે 5 વર્ષની બાળકી હવે સંસ્કૃત ભાષા શીખીને શ્લોક પણ બોલતી થઈ છે. પાંચ વર્ષની વેદા બે વર્ષની હતી ત્યારથી જ કડકડાટ સંસ્કૃત શ્લોકો બોલે છે. વેદાએ શ્રી કૃષ્ણાષ્ટકમ સ્ત્રોત્રના 9 શ્લોકને માત્ર 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કરીને ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.

સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય આ પક્તિને સારર્થક કરી છે. વડોદરા શહેરના વેમાલી વીસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હેલિક્સમાં રહેતી અને નવરચના પ્રેપ સ્કૂલના જુનિયર વર્ગમાં અભ્યાસ કરતી 5 વર્ષની વેદા પાર્થભાઈ હિરપરાએ કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કર્યું છે અને તેણીએ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સિદ્ધિ હાંસલ કરી છે. 20 સપ્ટેમ્બર, 2019 ના જન્મેલી વેદાએ વડોદરા શહેર તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

બાળકી વેદાના પિતા પાર્થ હિરપરાએ જણાવ્યું છે કે આપણા હિન્દુ સનાતન ધર્મનું જ્ઞાન આપણી આવતી પેઢીને મળી રહે તેવા શુભ આશયથી મારી દીકરીને સંસ્કૃત ભાષામાં રૂચિ વધે તે માટેના પ્રયત્નો નાનપણથી જ કરવામાં આવી રહ્યા હતા અને તે ધીરે-ધીરે સંસ્કૃતમાં ભગવત ગીતા સહિતના વિવિધ શ્લોક પણ બોલી રહી છે. ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તેણે શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં પઠન કર્યું હતું. અને તેનું નામ નોંધવામાં આવ્યું છે. વેદાના માતા ફાલ્ગુની હિરપરાએ જણાવ્યું હતું કે, આપણા હિન્દુ સનાતન ધર્મનું જ્ઞાન આપણી આવતી પેઢીને મળી રહે તેવા શુભ આશયથી મારી દીકરીને સંસ્કૃત ભાષામાં રૂચિ વધે તે માટેના પ્રયત્નો નાનપણથી જ કરવામાં આવી રહ્યા છે. તે બે વર્ષની હતી ત્યારથી જ સંસ્કૃત શ્લોકો બોલે છે. ધીરે-ધીરે સંસ્કૃતમાં ભગવત ગીતા, શિવતાંડવ સ્તોત્ર, મહિસાસુર મર્દિની સ્તોત્ર, 12 જ્યોતિર્લિંગ અને હનુમાન ચાલીસા સહિતના 100થી વધુ શ્લોક પણ તેને મોઢે આવડે છે.

આ પણ વાંચો…સુરત: જીમની ટ્રેડમિલ પર કસરત કરતાં વેપારીને આવ્યો હાર્ટએટેક, CPR આપવા છતાં ન બચ્યો જીવ

Back to top button