- ગાંધીનગરમાં ઘર આગળ રમતા બે વર્ષના બાળકને ગાડી ચાલકે કચડી નાખ્યો
- અકસ્માત બાદ ગાડીનો ચાલક ભાગી ગયો હતો
- ગાડી નંબર જીજે.18.ઇબી.2165 ના ચાલક વિરુધ્ધ ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ગાંધીનગરમાં ઘર આગળ રમતા બે વર્ષના બાળકને ગાડી ચાલકે કચડી નાખ્યો છે. માતા-પિતાને સંતાનમાં એક 10 વર્ષની દિકરી છે. જેમાં માનતા બાદ 15 વર્ષે ઘરમાં દિકરાનો જન્મ થયો હતો. ત્યારે બે વર્ષના ચિરાગે આ ફાની દુનિયાને છોડી દીધી હતી.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 5 પ્લોટની ઈ-ઓક્શન મારફતે હરાજી કરાશે
અકસ્માત બાદ ગાડીનો ચાલક ભાગી ગયો હતો
ગાંધીનગરના વજાપુરામાં ઘર આગળ રમતા બે વર્ષના બાળકને એક ગાડીના ચાલકે કચડી નાખતા તેનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ ગાડીનો ચાલક ભાગી ગયો હતો. આ મામલે ગાડીના ચાલક વિરુધ્ધ ડભોડા પોલીસે ગુનો નોંધ્યો હતો. અકસ્માતનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. વજાપુરામાં વિહતમાતાજીના મંદિર પાસે રહેતા રામાજી બળદેવજી પરમાર છુટક મજુરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક 10 વર્ષની દિકરી છે. રામાજીને પુત્ર ના હોવાથી પુત્રપ્રાપ્તી માટે 15 વર્ષોથી બાધાબંધન અને માનતાઓ રાખી હતી. જે બાદ કુદરતે પરીવારને એક દીકરો આપ્યો હતો જેનુ નામ ચિરાગ (ઉ.વ. 2 ) રાખ્યુ હતુ. દરમિયાન મંગળવારે રામાજી પરમાર બપોરે ખેતરેથી ઘરે જમ વા માટે આવ્યા હતા ત્યારે તેમનો દીકરો ચિરાગ ઘર આગળ જ રમતો હતો. આ વખતે એક ફોરવ્હિલ ગાડીનો ચાલક કાળ બનીને આવી ઘર આગળથી પુરઝડપે નીકળ્યો હતો તેણે ઘર આંગણે રમી રહેલા ચિરાગને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતની ગંગા સમાન પવિત્ર નર્મદા નદિનો આજથી જયંતી મહોત્સવ
ગાડી નંબર જીજે.18.ઇબી.2165 ના ચાલક વિરુધ્ધ ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
અકસ્માત સ્થળે આસપાસમાથી લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી વાહનમાં લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જોકે બે વર્ષના ચિરાગે આ ફાની દુનિયાને છોડી દીધી હતી. સાર વાર દરમિયાન બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરીવારમાં શોક છવાયો હતો. એકના એક પુત્રના મોતથી માતાપિતામાં ઉપર દુઃખના પહાડ તુટી પડયા હતા. આ મામલે અકસ્માત કરનાર ગાડી નંબર જીજે.18.ઇબી.2165 ના ચાલક વિરુધ્ધ ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.