વડોદરામાં 10 ફૂટ ઊંડા ખાડામાં બે વર્ષનું બાળક ખાબક્યું, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકને બચાવ્યું
વડોદરામાં બે વર્ષનું બાળક રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું, આ ઘટનાની જાણને પગલે લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ખાડો સાંકડો હોવાથી બાળકે બહાર કાઢવામાં મુશ્કેલી જણાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી 10 ફૂંટ ઉંડા અને સાંકડા ખાડામાં ઉતરીને બાળકને સહીસલામત બહાર કાઢ્યું હતું.
10 ફૂટ ઊંડા ખાડામાં બે વર્ષનું બાળક ખાબક્યું
મળતી માહીતી મુજબ વડોદરાના રસરીયા તળાવ સામે આવેલે શિવજીવા મંદિરના પટાંગણમાં આવેલા ઉંડા ખાડામાં રમતા રમતા એક બાળક પડી ગયું હતુ. આ ઘટનાના પગલે લોકો લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતું ખાડો સાંકડો હોવાથી બાળકને બહાર કાઢવામાં મુશ્કેલી જણાતા ફાયરબ્રિગેડને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ બાળકનું સહીસલામત રેસક્યૂ કર્યું હતું.
વડોદરા : રસરીયા તળાવ નજીક બે વર્ષનું બાળક રમતા-રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડયું
ફાયર વિભાગે રેસક્યું કરી સલામત રીતે બાળકને બહાર કાઢ્યું#Vadodara #Newsnight #news #newsalert #NewsBreak #River #Children #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/SgYEYlqFyZ— Hum Dekhenge News (@humdekhengenews) December 31, 2022
બાળકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી
આ ખાડો સાંકડો હોવાથી ફાયર જવાનો પાસે ઉપલબ્ધ સાધનો દ્વારા બાળકને બહાર કાઢવું શક્ય ન થવાથી જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા ખાડામાં પડેલા બાળકની નજીક અન્ય ખાડો કરીને તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ બાળકને રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેમજ ભારે જહેમત કરીને ફાયરબ્રિગેડે બાળકને સલામત રીતે બહાર કાઢતાં લોકોએ ફાયરબ્રિગેડની કામગીરીનાં વખાણ કર્યાં હતાં.
આ પણ વાંચો : આવતી કાલે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજાશે, જાણો શું છે સમગ્ર મામલો