ગાંધીનગરઃસ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU),ગાંધીનગર દ્વારા પીજી ડિપ્લોમા ઈન ફોરેન્સિક જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે ક્રાઈમ સીન મેનેજમેન્ટ એન્ડ ફોરેન્સિક જર્નાલિઝમ –વિષય ઉપર આયોજિત બે દિવસીય વર્કશોપનું સમાપન તા.13મી મે, 2022ના રોજ થયું હતું.
સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો.ધીરજ કાકડિયા, એડિશનલ ડાયરેક્ટર જનરલ, પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે ધર્મેન્દ્ર તિવારી, ડાયરેક્ટર(ન્યૂઝ), દૂરદર્શન, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અધ્યક્ષીય સંબોધન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી કુલપતિ, ડો. જે. એમ. વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
ધર્મેન્દ્ર તિવારીએ ફોરેન્સિક સાયન્સને લોજિક, વિઝડમ અને ઇન્સ્ટિક્ટ સાથે જોડીને જણાવ્યું હતું કે ફોરેન્સિક જર્નાલિઝમ એક વિશિષ્ટ આયામ છે અને આ ક્ષેત્રે સંશોધન પણ થવું જોઈએ. ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝના સમયગાળામાં તથ્યયુક્ત સમાચાર સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકારત્વ દ્વારા થતું હોય છે. જેમાં ફોરેન્સિક જર્નાલિસ્ટની જવાબદારી વધી જાય છે. પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમ – એ બહુઆયામી કોર્સ છે. આવનારા દિવસોમાં ફોરેન્સિક જર્નાલિસ્ટની એક કેડર પોસ્ટ ઊભી થવી જોઈએ, જે સમયની માગ છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU),ગાંધીનગરના કુલપતિ, ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે પહેલાં ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર ગુનાની શોધ-તપાસ સુધી મર્યાદિત હતું, પરંતુ તે પ્રિવેન્ટિવ-ઇન્વેટિવ અને હ્યુમેનેટિરિયન ફોરેન્સિક્સ સુધી વિસ્તર્યુ છે. વર્કશોપના પ્રથમ દિવસે પ્રો.(ડૉ.) પૂર્વી પોખરીયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU અને ભરત લખતરીયા, NFSU દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા. આ વર્કશોપના સમાપન સમારોહમાં ડો. હરેશ બારોટ, ડીન, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, NFSU,ભરત લખતરિયા, પીજી ડિપ્લોમા ઈન ફોરેન્સિક જર્નાલિઝમના કોર્સ-કોઓર્ડિનેટર ડો.પ્રણવ દવે સહિત અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.