ઉત્તર ગુજરાતગુજરાત
ડીસાના વડાવળ નજીક મોડી રાત્રે ચોખાની કણકી ભરેલી ટ્રક પલટી
પાલનપુર: ડીસા -ભીલડી હાઇવે પર આવેલા વડાવલ ગામના પાટીયા નજીક શુક્રવારની મોડી રાત્રે ચોખાની કણકી ભરી જઈ રહેલ ટ્રક રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો. ડીસા થી રાધનપુર જતા હાઇવે પર વડાવલ ગામના બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે મોડી રાત્રે કંડલા તરફ જઈ રહેલી ટ્રક નંબર GJ-12-AZ-5454 ના ચાલકને એકાએક અચાનક ઝોકું આવી ગયું હતું.
જેથી ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. પરિણામે ટ્રક રોડના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને ત્યારબાદ ટ્રક પલટી ખાઈ ગઈ હતી.જેથી ટ્રકમાં ભરેલ ચોખાની કણકીના કટ્ટાઓ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકના આગળનો કાચ તૂટી ગયો હતો.
આ પણ વાંચો :અજય દેવગણની દ્રશ્યમ-2 એ તોડ્યા આ ફિલ્મોના રેકોર્ડઃ સામેલ થઇ ટોપ-10 માં