ગુજરાત

પાલનપુર હાઇવે પરથી ટ્રકમાં કતલખાને લઇ જવાતા 34 પશુઓ બચાવાયા

Text To Speech

પાલનપુર: પાલનપુર હાઇવે ઉપર આવેલા એરોમા સર્કલ પાસેથી જીવદયાપ્રેમીઓએ એક ટ્રકમાં કતલખાને લઇ જવાતા 34 પાડાઓને બચાવી લીધા હતા. આ અંગે પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

શહેરના જીવદયા પ્રેમીઓએ પાડા બચાવી ચાલકને પોલીસને સોંપ્યો
પાલનપુરમાં સમજી સેવા કરતા એકતા એ જ લક્ષ્ય સંગઠનના જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ, રાહુલભાઇ બાબુભાઇ ભીલ, રાહુલભાઇ વિજયભાઇ જૈનએ સંજયભાઇએ રાજસ્થાનના આબુરોડ તરફથી આવેલી ટ્રક નંબર જીજેે. 02. એક્સ. એક્સ.6873નો પીછો કરી રોકાવી હતી. જેને સાઇડમાં કરાવીને અંદર જોતા તેમાં પાડા ભરેલ હતા. આ અંગે પોલીસને જાણ કરી પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી. જ્યાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કર્યા વગર અંદર ભરેલા 34 પાડા બચાવવામાં આવ્યા હતા. આ અંગે સંજયભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા ટ્રક ચાલક મહમદઅયાજ ફરીદખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button