ટ્રાવેલટ્રેન્ડિંગ

હેરિટેજ સફરનો આનંદ આપશે પાતાલપાણીથી કાલાકુંડની ટ્રેનની સફર

  • જો તમે ટ્રેનની હેરિટેજ સફરનો આનંદ માણવા ઈચ્છતા હોય, જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ અને રોમાંચક મુસાફરીના શોખીન હો તો તમે પાતાલપાણીથી કલાકુંડ સુધીની સફર કરી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ વરસાદની સીઝનમાં પ્રકૃતિ દરેક જગ્યાએ તેની હરિયાળી ફેલાવી દે છે. આવી સ્થિતિમાં, એક સામાન્ય કુદરતી દ્રશ્ય પણ ખૂબ સુંદર અને મનમોહક લાગે છે. આવી સ્થિતિમાં ટ્રેનની અંદર પારદર્શક કાચ લાગેલી ટ્રેનની અંદર ગરમાગરમ ચાની ચૂસકી લેતા લહેરાતી ખીણોમાંની હરિયાળી વચ્ચેથી પસાર થવામાં જે આનંદ અને રોમાંચ થાય છે, તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હેરિટેજ ટ્રેનમાં તમે પણ આવી રોમાંચક મુસાફરીનો આનંદ માણી શકો છો.

બોર્ડિંગ પોઈન્ટ-ડેસ્ટિનેશન

પાતાલપાણી, કાલાકુંડ હેરિટેજ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ માત્ર શનિવાર અને રવિવાર જ ચાલે છે. કેમકે આ બે દિવસ દરમિયાન અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. આ દિવસો દરમિયાન તે માત્ર એક જ ફેરો લગાવે છે. આ ટ્રેનમાં બે એસી ચેરકાર અને ત્રણ નોન-એસી ચેરકાર છે. એક કોચમાં 60 યાત્રીઓ બેસીને બહારના કુદરતી નજારાનો આનંદ માણી શકે છે. આ ટ્રેન પાતાલપાણીથી સવારે 11.05 વાગ્યે ઉપડે છે અને બપોરે 1.05 વાગ્યે કાલાકુંડ પહોંચે છે. આ હેરિટેજ ટ્રેન ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા પાતાળપાણીથી કાલાકુંડ વચ્ચેની લગભગ 12 કિલોમીટરની સફર બે કલાકમાં પૂર્ણ કરે છે. ધીમી ગતિએ પ્રવાસ પૂર્ણ કરવાનો હેતુ એ છે કે તેમાં બેઠેલા પ્રવાસીઓ આરામથી પ્રકૃતિનો સુંદર નજારો અને ધોધ જોવાની મજા માણી શકે છે.

હેરિટેજ સફરનો આનંદ આપશે પાતાલપાણીથી કાલાકુંડ સુધીની ટ્રેનની સફર hum dekhenge news

મનમોહક પ્રાકૃતિક નજારાનો આનંદ માણો

પાતાલપાણી અને કાલાકુંડ વચ્ચેનો વિસ્તાર હરિયાળી અને ટેકરીઓથી ઘેરાયેલો છે, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે . વરસાદની સીઝનમાં અહીંની ધરતી લીલોતરીથી ઢંકાયેલી હોય છે. અહીંનો મુખ્ય ધોધ 150 ફૂટની ઊંચાઈથી પડે છે, પરંતુ તેની ઊંડાઈ હજુ જાણી શકાઈ નથી, તેથી જ તેનું નામ ‘પાતાળ પાણી’ રાખવામાં આવ્યું છે. તેની સુંદરતા અત્યંત આકર્ષક છે. આ જ કારણ છે કે વર્ષોથી તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

આ પણ વાંચોઃ સ્પીતિ વેલીમાં માણો હોલિડે, સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે જવાનો બનાવો પ્લાન

કુદરતની નજીક રહેવાની તક

પ્રવાસ દરમિયાન ટ્રેનની અંદરથી કુદરતી નજારો માણ્યા બાદ, ટ્રેનમાંથી નીચે ઉતરીને પણ પ્રવાસીઓ કુદરતી ધોધ અને પહાડોની મુલાકાત લઈ શકે છે અને પિકનિકનો આનંદ માણી શકે છે. આ માટે ભારતીય રેલ્વેએ આનું કુલ શિડ્યુલ પાંચ કલાકનું બનાવ્યું છે. કલાકુંડ પહોંચ્યા પછી, હેરિટેજ ટ્રેન ત્યાં અઢી કલાક ઉભી રહે છે, જેથી પ્રવાસીઓ આરામથી નીચે ઉતરી શકે અને માલવી ભોજન દાલ બાફલા અને કલાકુંડના પ્રખ્યાત કલાકંદનો આનંદ માણી શકે છે. આ ટ્રેન કાલાકુંડથી બપોરે 3.35 વાગ્યે ઉપડે છે અને 4.30 વાગ્યે પાતાલ પાણી પહોંચે છે

હેરિટેજ સફરનો આનંદ આપશે પાતાલપાણીથી કાલાકુંડ સુધીની ટ્રેનની સફર hum dekhenge news

સાવધાની જરૂરી

આ વિસ્તાર કુદરતી સૌંદર્ય અને સંપત્તિથી ભરપૂર છે, પરંતુ જો બેદરકારી દાખવવામાં આવે તો ગંભીર અકસ્માત થઈ શકે છે. વરસાદના દિવસોમાં અહીં રસ્તો લપસણો થઈ જાય છે. તેથી, નિર્ધારિત કરેલા સ્થળેથી કુદરતી સૌંદર્યનો આનંદ માણવો વધુ સારું રહેશે. ધોધની નજીક જવાનું કે ખીણમાં ઉતરવાનું જોખમ ન લો. બાળકો અને યુવાનોમાં સેલ્ફી અને રીલ બનાવવાનો ઘણો ક્રેઝ છે, પરંતુ આવી જગ્યાએ બેદરકારી રાખવી યોગ્ય નથી. ધોધ પાસે જઈને કે પહાડીના મુખ પર ઊભા રહીને સેલ્ફી લેવી કે રીલ બનાવવી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી સાવચેત રહો અને પ્રવાસનો આનંદ માણો.

પહેલા રિઝર્વેશન કરાવો

આ હેરિટેજ ટ્રેનમાં મુસાફરોની સુવિધા અને પસંદગી પ્રમાણે એસી અને નોન-એસી કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ટિકિટ આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી ઓનલાઈન બુક કરી શકાય છે અથવા પ્રવાસના સ્થળ પરના ટિકિટ કાઉન્ટર પરથી પણ ખરીદી શકાય છે. પરંતુ ટ્રેનમાં માત્ર ત્રણસો સીટો છે, તેથી મુસાફરી પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરવી પ્રેક્ટિકલ અને યોગ્ય રહેશે. આ હેરિટેજ ટ્રેનના એસી કોચની વન-વે ટિકિટ 265 રૂપિયા અને નોન એસી કોચની ટિકિટ માત્ર 20 રૂપિયા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના સુંદર હિલ સ્ટેશન માથેરાન ફરો, આ વસ્તુઓની મજા માણો

Back to top button