ગુજરાતટ્રેન્ડિંગ

મોરબી ઘટના બાદ હવે દ્વારકા બોટમાં કેપેસિટીથી વધુ લોકો, આ મુદ્દે ક્યારે થશે કાર્યવાહી?

Text To Speech

મોરબીમાં ગઈકાલને રવિવારે કરુણ ઘટના સર્જાઈ હતી, જેમાં ઝુલતા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા વચ્ચેથી બ્રિજ તૂટી ગયોને 400થી પણ વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. ત્યારે મોરબી જેવી વધુ એક મોટી દુર્ઘટના રાહ જોઈ રહી હોય તેવી મોટી બેદરકારી સામે આવી છે. ત્યારે મોરબી જેવી હોનારત બીજે ના સર્જાય તે માટે તંત્રએ જાગવું જોઈએ.

કેપેસિટીથી વધુ લોકો બેસાડાય છે

મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકાની બોટનો વીડિયો વાયરલ થયો છે. જે બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ખરેખરતો આ સાઈઝની બોટ 60થી 80 લોકોની ક્ષમતા ધરાવે છે તેની સામે ખીચોખીચ 250 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

AAP નેતા મનોજ સોરઠિયાએ ઉઠાવ્યા સવાલ

આ મુદ્દે AAP નેતા મનોજ સોરઠિયાએ વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું છે કે, વધુ એક દુર્ઘટના રાહ જોઈ રહી છે. ગુજરાતમાં દ્વારકાથી બેટ દ્વારકા જતી બોટ પર સુરક્ષા વિના જ બોટની ક્ષમતાથી વધુ લોકોને ભરવામાં આવી રહ્યા છે. સરકારનું કોઈ નિયંત્રણ નથી.

મોરબીમાં પણ કેપેસિટીથી વધુ લોકો ભેગા થયાને દુર્ઘટના ઘટી

મોરબીના ઝુલતા બ્રિજ પર 100 લોકોની કેપેસિટી હતી, પરંતુ તેની સામે એક જ સમયે 400થી વધુ લોકો બ્રિજ પર પહોંચી ગયા હતા. એવામાં વજન વધી જતા અચાનક બ્રિજ નીચે ખાબક્યો હતો અને તેમાં રહેલા લોકો પણ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાથી 141 જેટલા લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે દ્વારકામાં બોટ પરની આ સ્થિતિ વધુ એક મોટી દુર્ઘટનાને આમંત્રણ નોતરી શકે છે.

આ પણ વાંચો: કેવી રીતે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ બનાવતી કંપનીએ મોરબી પર લગાવી દીધું કલંક ?

Back to top button