ગુજરાતટોપ ન્યૂઝ

મહેસાણામાં દુ:ખદ ઘટના, પતંગ પકડવા જતા બાળકે જીવ ગુમાવ્યો

Text To Speech
  • ખેરાલુ ખાતે મોટી હિરવાણી ગામ ખાતે ઘટના બની
  • પતંગના કારણે 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો
  • ઉત્તરાયણના પર્વએ થયેલા મોતથી શોકનો માહોલ સર્જાયો

મહેસાણમાં પતંગ પકડવા જતા બાળક કુવામાં પડતા જીવ ગુમાવ્યો છે. જેમાં હિરવાણી ગામના કુવામાં પડી જતાં બાળકનું મોત થયુ છે. કુવામાં પડી જતા 10 વર્ષીય બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. જેમાં ખેરાલુ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી, પતંગ માટે જાણો કેવું રહેશે હવામાન

પતંગના કારણે 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો

ઉત્તરાયણ પર ધાબા પરથી પડી જવાની અને કરંટ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેની વચ્ચે મહેસાણામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં પતંગના કારણે 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના મહેસાણાના ખેરાલુ ખાતે મોટી હિરવાણી ગામ ખાતે બની છે. આ અંગેની માહિતી અનુસાર, મહેસાણાના ખેરાલુમાં આવેલા મોટી હિરવાણી ગામના રાહુલ વણઝારા નામનો કિશોર પતંગ લુંટવા જતા કુવામાં પડ્યો હતો. ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના કુવામાં પડી જતાં 10 વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે. જેની સાથે જ ઉત્તરાયણના પર્વએ થયેલા મોતથી શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: Filmfare Award:બોલિવૂડ, ટેલિવૂડ સહિત પ્રાદેશિક ફિલ્મોના સ્ટાર ગુજરાતમાં ઊમટશે

પોલીસ મથકમાં જાણ કરાતા પંચનામું કરી ડેડબોડી પીએમ માટે મોકલી

મોટી હિરવાણી ગામમા આઠ ઘર વણઝારા સમાજના છે. જેમાં જીતુભાઈ વણઝારાનો દસ વર્ષનો દીકરો રાહુલ ઉત્તરાયણના એક દિવસ અગાઉ જ પતંગ લૂંટવા જતાં કૂવામાં પડ્યો હતો. જેના કારણે તેનું મૃત્યું થયું છે. આ પછી ખેરાલુ પોલીસ મથકમાં જાણ કરાતા પંચનામું કરી ડેડબોડી પીએમ માટે મોકલી છે.

Back to top button