થરાદમાં ગરબા મંડળોમાં ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન
પાલનપુર: થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી થરાદ દ્વારા મહિલા મોરચા ના માધ્યમથી શહેરના વિવિધ ગરબા મંડળોમાં ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેના ભાગ રૂપે રવિવારે રાત્રે ન્યૂ શિવશક્તિ સોસાયટી ખાતે ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઇન્ચાર્જ સોનલબેન પ્રજાપતિ, સહ ઇન્ચાર્જ હેતલબેન પંચાલ અને દિપીકાબેન પટેલ હતા.
થરાદમાં ગરબા મંડળોમાં ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન….
ભાજપ મહિલા મોરચાએ કર્યું હતું આયોજન#tharad #Navaratri #navratri2022 #Garba #traditionaldress #BJP #Palanpur #Bnaskatha #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/YlusSBEnzN— Hum Dekhenge News (@humdekhengenews) October 3, 2022
આ પ્રસંગે બનાસબેંકના ડીરેકટર શૈલેષભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા, વિસ્તારક હર્ષભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ સોની, કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઇ દેસાઈ, યુવા પ્રમુખ હીતેશભાઇ વાણીયા,મહીલા મોરચા મહામંત્રી શારદાબેન ભાટી, અલ્કાબેન ત્રિવેદી, વિજયદાન ગઢવી, સોસાયટી પ્રમુખ રામસિંહજી વાઘેલા, દિનેશજી બારોટ, ડો. પ્રવીણસિંહ ચૌહાણ, ડો.કિશન સિંહ વાઘેલા , મહેશભાઈ બારોટ, દિનેશભાઇ ત્રિવેદી અને સોસાયટી ના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગોંડલ: સમગ્ર દેશમાં આવેલા બે મંદિરો માનું એક મંદિર જાણો માતાના ઉદભવ વિશે !