ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના : ઈમારત સહિત ત્રણ ભવન જમીનદોસ્ત થયા, જૂઓ આ ભયાનક દ્રશ્યો

Text To Speech
  • કુલ્લૂમાં મોટી દુર્ઘટના
  • ચાર માળની ઈમારત પત્તાની જેમ થઇ ધરાશાયી

હિમાચલ પ્રદેશમાં વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે.હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પર કુલ્લૂ તાલુકામાં એક ચાર માળની ઈમારત સહિત કુલ ત્રણ ભવન પડ્યા છે. જો કે,હાલમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

કુલ્લૂમાં ચાર માળની ઈમારત સહિત કુલ ત્રણ ભવન પડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર કુલ્લૂ જિલ્લાના આની બસ સ્ટેન્ડની નજીક મોટી દુર્ઘટના ઘટી છે. આની બસ સ્ટેન્ડ પાસે ઈમારતની પાછળથી લેન્ડસ્લાઈડ થઈ રહ્યું હતું. આ નાળાનું પાણી પણ ઈમારતની પાછળ પડી રહ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એકદમથી ઝાડ ડગમગવા લાગે છે અને બાદમાં ચાર માળના મકાન પર પડે છે કે મકાન જમીનદોસ્ત થઈ જાય છે. મહત્વની વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો કેટલાય લોકોએ બનાવ્યો છે. વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, બિલ્ડીંગમાં કેટલાય લોકો છે. આ દરમ્યાન અફરાતફરી મચી ગઈ. કહેવાય છે કે પ્રશાસને એક અઠવાડીયા પહેલા જ આ બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ આપી છે.

શાકલ ગામમાં પણ કેટલાક ઘરોને નુકસાન
બીજી તરફ, સોલન જિલ્લાના શાકલ ગામમાં પણ કેટલાક ઘરોને નુકસાન થયું છે. શિમલાથી ચંદીગઢને જોડતો શિમલા-કાલકા નેશનલ હાઈવે 5 પણ ફરીથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. મંડી-પઠાણકોટ રોડ પણ બંધ છે. ગઈકાલે રાત્રે બિલાસપુરમાં 181 મીમી જ્યારે શિમલામાં 132 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે શિમલા સહિત અનેક જિલ્લાઓમાં પૂરના ભય વિશે પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં સર્જાયેલી આપત્તિને લઈ PM મોદીએ એક્શન મોડમાં, હાઈપ્રોફાઈલ મિટિંગ બોલાવી કર્યો મહત્વનો નિર્ણય

Back to top button