ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર અને કેટલા મતદાર જાણો આકંડાકીય માહિતી

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જે અંતર્ગત સોમવારે મતદાન થશે. ચૂંટણી જંગમાં બાજી મારવા ઉમેદવારો પ્રચાર-પ્રસાર કરતા અચકાતા નથી.

કેટલા ઉમેદવાર અને કેટલા મતદાર?

વિધાનસભાની ચૂંટણીનું 5મી તારીખે મતદાન છે જેમાં 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જેમાં વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં 74 જનરલ, 06 અનુસુચિત જાતિ, 13 અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેમજ આ વખતે 2,51,58,730 મતદારોમાં 1,29,26,501 પુરૂષ મતદારો, અને 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો મત આપવાના છે. ત્યારે 5,96,328 મતદારો 18 થી 19 વર્ષના છે.

આ પણ વાંચો:મતદાનના મહત્વને સમજીને લોકોને મતદાન કરવા ઈલેક્શન કમીશને કરી અપીલ

કેટલા મતદાન મથકો ઉભા કરાયા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને પુર જોસમાં કામગીરી ચાલી રહી છે. મતદારોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ 14,975 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જેમાં 2,904 શહેરી વિસ્તારોમાં અને 12,071 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

13,319 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. તેમજ આ દિવસની પૂર્વ તૈયારીને લઈને EVM-VVPAT: 37,432 BU, 36,157 CU અને 40,066 VVPAT ફાડવામાં આવ્યા છે.

Back to top button