આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 7,213 અરજીઓ મળી
આણંદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં સાત વિધાનસભા મત વિસ્તારમાં નવા નામ નોંધાવવા, આધારકાર્ડ લિંક કરવા અને નામમાં સુધારા- વધારા કરવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના 3,492 યુવાનોએ મતદારયાદીમાં નામ નોંધાવ્યા હતા.
સમગ્ર જિલ્લામાંથી કુલ 7,213 અરજીઓ મળી હતી. જેમાં નવા નામ નોંધાવવા માટે ફોર્મ નંબર 6ની 3,492, આધાર કાર્ડ લિંક કરાવવા માટેની ફોર્મ નંબર 6(બ)ની 609, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર 7 ની 932 અને નામમાં સુધારા-વધારા , સ્થળાંતર અને દિવ્યાંજન અંકિત કરવા માટેના ફોર્મ નંબર 8ની કુલ 2,180 અરજીઓ મળી હતી.
ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1,173 અને બોરસદમાંથી 1,022 અરજીઓ મળી
મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ઝુંબેશમાં ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની 387, આધારકાર્ડ લિંક કરવા માટેની 263, નામ કમી કરાવવા માટેની 134 અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની 389 અરજીઓ મળીને કુલ 1,173 અરજીઓ મળી હતી. તેમજ બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની 458, આધાર કાર્ડ લિંક કરવા માટેની 122, નામ કમી કરાવવા માટેની 124 અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની 318 અરજીઓ મળીને કુલ ૧,૦૨૨ અરજીઓ મળી હતી.
આંકલાવમાંથી 1,083 અને ઉમરેઠમાંથી 1,235 અરજીઓ મળી
આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની 684, આધાર કાર્ડ લિંક કરવા માટેની 15, નામ કમી કરાવવા માટેની 169 અને સુધારા-વધારા માટેની 215 અરજીઓ મળીને કુલ ૧,૦૮૩ અરજીઓ મળી હતી.અને ઉમરેઠમાંથી નવા નામ નોંધાવવા માટેની 507, આધાર કાર્ડ લિંક કરવાની 108, નામ કમી કરાવવા માટેની 225 અને સુધારા-વધારા કરવા માટેની 395 અરજીઓ મળીને કુલ 1,235 અરજીઓ મળી હતી.તેમજ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની 387, આધાર કાર્ડ લિંક કરવા માટેની 35, નામ કમી કરાવવા માટેની 108 અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની 305 અરજીઓ મળીને કુલ 835 અરજીઓ મળી હતી.
પેટલાદ અને સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ 1865 અરજીઓ મળી
પેટલાદમાંથી નવા નામ નોંધાવવા માટેની 609, આધાર કાર્ડ લિંક કરવા માટેની 56, નામ કમી કરાવવા માટેની 67 અને સુધારા-વધારા કરવા માટેની 252 અરજીઓ મળીને કુલ 984 અરજીઓ મળી હતી.સોજિત્રા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની 460, આધાર કાર્ડ લિંક કરવાની 10, નામ કમી કરાવવા માટેની 105 અને સુધારા-વધારા કરવા માટેની 306 અરજીઓ મળીને કુલ 881 અરજીઓ મળી હતી. બંને વિસ્તારમાંથી કુલ 1865 અરજીઓ મળી હોવીનું ચૂંટણીશાખાની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પરાળી સળગાવવાથી થતું પ્રદૂષણ રોકવા ઉપાય બતાવ્યો