અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા
- સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતા મોત નિપજયુ
- ટ્રાફ્કિ પોલીસે ડ્રાઇવર ઇરફાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
- પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા
અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. પૂર્વમાં 2 અને પશ્ચિમ વિસ્તારમાં અકસ્માતમાં 4નાં મોત નિપજ્યાં છે. ગોતામાં સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતાં મોત થયુ છે. તેમજ આ અંગે એસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જાણો કયા આવશે વરસાદ
પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા
અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે અડફેટે લેતા તો બીજી તરફ ગોતામાં પીકઅપ બોલેરો કાર રિવર્સ લેવા જતા જમીન પર સૂઇ રહેલા સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતા મોત નિપજયુ હતુ. ગોતા દેવીપુજક વાસમાં રહેતા અમરભાઈ દેવીપુજક ગોતા વિશ્વકર્મા બ્રીજ નીચે આવેલા અંબીકા મોજક કારખાનામાં મજુરી કામ કરે છે. ત્યારે 7 વર્ષના પુત્રને કારખાનાની બાજુના ભાગમાં જમીન પર સુવડાવ્યો હતો. ત્યારે તે સમયે કારખાનામાં આવેલી પીકઅપ બોલેરો સામાન ભરીને રીવર્સમાં લેતી વખતે 7 વર્ષના જીગર પરથી ટાયર ફ્ળી વળ્યુ હતુ.
ટ્રાફ્કિ પોલીસે ડ્રાઇવર ઇરફાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ડ્રાઇવર ઇરફાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટનામાં મુળ દાહોદમાં રહેતા 21 વર્ષીય સંજયભાઈ ડામોર બાઇક લઇને એસજી હાઈવે ગુજરાત હાઈકોર્ટના ગેટ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાઈક પાર્ક કરીને સામેની બાજુમાં મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. દવા લઈને તેઓ રોડ ક્રોસ કરી બાઈક તરફ્ આવી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા કારચાલકે સંજયભાઈને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.