ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો, એકથી ત્રણ ઈંચ સુધી મેઘ ખાબક્યો

  • સૌથી વધુ અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
  • વડોદરાના અકોટામાં વીજળી પડતા એક આધેડનું મોત નીપજ્યું
  • અમદાવાદમાં પણ રાતના આઠ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો

ગુજરાતનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં એકથી ત્રણ ઈંચ સુધી મેઘ ખાબક્યો છે. તેમજ અમરેલીના બાબરામાં બે કલાકમાં 3 ઈંચ, છોટા ઉદેપુરના કવાંટમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. તથા તિલકવાડા, ડોલવણ અને નાંદોદમાં સવા ઈંચથી વધુ જ્યારે જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ પડયો છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 65થી 70 ટકા જેટલો ઘટાડો, દર્દીઓ હાલાકી

સૌથી વધુ અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

રવિવારે સાંજના 4થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદા જિલ્લાના તીલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ વ્યારા અને સોનગઢમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારા, જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં પણ એક ઈંચ જ્યારે અમરેલીના ખંભાળિયા અને ભરૂચનાં નેત્રંગ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પણ રાતના આઠ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે એસજી હાઈવે, પ્રહલાદનગર, મકરબા, ન્યૂ રાણિપ, જગતપુર, ઘોડાસર, ઈસનપુર, રખિયાલ મણિનગર, કાંકરિયા, પાલડી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

વડોદરાના અકોટામાં વીજળી પડતા એક આધેડનું મોત નીપજ્યું

વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચના શુક્લતીર્થ ગામમાં ભારે પવન ફુંકાતા વડનું વૃક્ષ ઘરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી, જેમાં મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત વડોદરાના અકોટા ખાતે વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. સો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રીક્ષામાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળ પર જ જ્યારે કારમાં સવાર બે યુવકના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત વડોદરાના અકોટામાં વીજળી પડતા એક આધેડનું મોત નીપજ્યું હતું.

Back to top button