ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 32,674 જગ્યાઓ ખાલી !

Text To Speech

ગુજરાત વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દે સરકારે જવાબ આપ્યો હતો. એકતરફ ગુજરાતમાં પીટીસી, સીપીએડ, બીએડ થયેલા લાખો યુવક-યુવતીઓ બેરોજગાર છે તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે.વિધાનસભા સત્ર - Humdekhengenewsગુજરાત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 32,674 જગ્યાઓ ખાલી પડેલ છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યા ખાલી છે. રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 32,213 જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો : રાજ્યની 906 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો ગુજરાત સરકારનો સ્વીકાર

આટલી જગયાઓ ખાલી હોવા છતાં સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા માટે હજુ સુધી કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરતી નથી. હજુ સવારે જ સરકાર દ્વારા એક પ્રશ્નના લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતની 906 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. ગુજરાત સરકારના આ બધા જવાબ પરથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો અંદાજ લગાવી શકાય તેમ છે. આવી જ સમસ્યાઓને કારણે લાખો બાળકોને તેમના માતા-પિતા મજબૂરીમાં ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવા મજબૂર બને છે અને મસમોટી ખાનગી શાળાઓની ફી ચૂકવે છે.

Back to top button