બનાસકાંઠાની નવ બેઠકમાં કુલ 31,799 મત ‘નોટા’ ને ગયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. આ વખતની ચૂંટણીમાં થરાદ, ડીસા, પાલનપુર ની બેઠકો સતત ચર્ચામાં રહી હતી. જ્યારે જિલ્લાનું કુલ 72.49 ટકા મતદાન થયું હતું. પરંતુ રાજકીય પક્ષો દ્વારા જે ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી, અને જેઓ ચૂંટણી લડ્યા છે, તેમાં કેટલાક મતદારોને તેમની પસંદગીના ઉમેદવાર ન હોવાથી તેમને ‘નોટા’ નો વિકલ્પ પસંદ કરીને મતદાન કર્યું હતું. જેમાં આ નવ બેઠક માં કુલ મળીને 31,799 જેટલા મત નોટામાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ દાંતા બેઠક ઉપર 5213 મત અને સૌથી ઓછા પાલનપુર બેઠક ઉપર 2702 મત નોટામાં પડ્યા હતા. જેમાં મતદારોને કોઈ ઉમેદવાર પસંદ પડ્યા ન હતા.
કઈ બેઠક પર કેટલા મત નોટામાં ગયા
- વાવ : 3997
- થરાદ : 3466
- ધાનેરા : 3811
- દાતા : 5213
- વડગામ : 2877
- પાલનપુર : 2702
- ડીસા : 2851
- દિયોદર : 3071
- કાંકરેજ :3811
- કુલ : 31799
ડીસાના પ્રવીણ માળી હળવા મૂડમાં રમ્યા ક્રિકેટ
ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકોમાં સૌથી વધુ 41 હજાર કરતાં પણ વધુ મત મેળવીને વિજેતા બન્યા છે. જેમનું ડીસાની જનતાએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. ત્યારે છેલ્લા એક માસથી ગામડાઓમાં ચૂંટણી પ્રવાસો કર્યા બાદ અને ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી બીજા દિવસે જ હળવા મૂળમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : પરિણામ ભલે 8 ડિસેમ્બરે આવ્યું પણ ‘હમ દેખેંગે ન્યૂઝે’ ત્રણેય ચૂંટણીનું ભવિષ્ય ભાખ્યું હતું
પ્રવીણ માળી ડીસા શહેરના ટીસીડી ફાર્મ ખાતે ના ક્રિકેટ મેદાનમાં યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા. અને યુવાનોને મળ્યા હતા. આ વખતે હળવા મૂડમાં જણાયા હતા. ચૂંટણીનો થાક તેમના ચહેરા પર જણાતો ન હતો પરંતુ હવે ખરી કસરત શરૂ થશે. લોકાભિમુખ કાર્યોની સાથે ડીસા વિધાનસભા મતવિસ્તારના વણઉકલ્યા પ્રશ્નો ના ઉકેલ માટે અને વિકાસ કાર્યોને અગ્રીમતા આપવાની કામગીરીની વિશેષ જવાબદારી વહન કરવી પડશે.