ગુજરાતના અલગ અલગ વિભાગોમાંથી કુલ 22 સરકારી કર્મીઓ લાંચ લેતા ઝડપાયા
- સરકારી બાબુઓ પૈસા કમાવાનો મોહ છોડતા નથી અને રંગેહાથે ઝડપાઈ જાય છે
- કર્મીઓને 15 લાખની વધુની લાંચ લેતા છટકામાં આવી ગયા
- દક્ષિણ ગુજરાતમાં એક સાથે 3 રેડ કરીને લાંચિયાબાબુઓને ઝડપી લીધા
ગુજરાતના અલગ અલગ વિભાગોમાંથી કુલ 22 સરકારી કર્મીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં અમદાવાદમાં માત્ર 11 દિવસમાં ACBના લાંચના છટકામાં 22 આરોપી ઝડપાયા છે. એસીબીએ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે 3-3 રેડ કરી હતી. જેમાં છેલ્લા 11 દિવસમાં ACBએ કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: સુરતમાં ફાઇટર વિમાન તેજસનું એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે 3-3 રેડ કરીને લાંચિયાબાબુઓને ઝડપી લીધા
દેશમાં શહેરમા ભ્રષ્ટાચાર નાબૂદીની મોટી મોટી વાત કરાય છે અને શિખામણ પણ અપાય છે કે પ્રામાણિક પણે કામ કરો. પણ રાજય સરકારનું ભાગ્યે જ કોઈ એવું વિભાગ હશે કે જયાં નાગરિકોને લાંચ ચૂકવવી પડતી નથી. સૌથી નવાઈની વાત તો છે કે માત્ર 11 દિવસમાં જ એસીબીએ રાજયના અલગ અલગ વિભાગોમાં દરોડા પાડીને 22 જેટલા સરકારી બાબુઓ અને કર્મીઓને 15 લાખની વધુની લાંચ લેતા છટકામાં આવી ગયા છે. એસીબીએ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે 3-3 રેડ કરીને લાંચિયાબાબુઓને ઝડપી લીધા છે. જેમાં સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક નરેશ જાની અને મળતિયા કપિલ પ્રજાપતિને રેતી અંગેની કામગીરીમાં કોઈ હેરાનગતિ નહીં કરવા બદલ 2 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે જયારે સુરત મહાનગરપાલિકામાં કર્લાકની ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
એસીબીની ત્રીજી ટેપ વલસાડના ઉમરગામમાં થઈ હતી
એસીબીની ત્રીજી ટેપ વલસાડના ઉમરગામમાં થઈ હતી જેમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર દિનેશ કરાંચીવાલાને ફરિયાદી પાસેથી વીજ મીટર નવું લગાવવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે 12,500ની લાંચ લેતા ઝડપી લીધા છે. છેલ્લા 11 દિવસમાં કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈને કોમ્પ્યુટર ઓપરેટર સુધીનો સમાવેશ થાય છે. નાગરિકો પાસેથી માત્ર 1500 જેવી લાંચની માગણી કરતા લાખોનો પગાર લેતા આ સરકારી બાબુઓને શરમ પણ આવતી નથી.
બાબુઓ પૈસા કમાવાનો મોહ છોડતા નથી અને રંગેહાથે ઝડપાઈ જાય છે
એસીબીએ જે વિભાગમાં રેડ કરી છે તેના પર નજર કરીએ તો પોલીસ વિભાગ,કલેકટર કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ, ખાણખનિજ, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા,એજયુકેશન સહિતના અનેક વિભાગો છે જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને રોજબરોજના કામની જરૂરિયાત ઉભી થાય છે અને આ સરકારી કચેરીઓમાં ફરજિયાતપણે જવું પડે છે પણ અહીયા વાત એ છે કે પૈસા આપ્યા સિવાય જાણે કે કોઈ કામ ન કરવાનો નિયમ લીધો હોય તેવી રીતે ઉઘાડેછોગ લાંચ માંગી રહ્યાં છે. દરરોજ એસીબીની સરેરાશ 3થી 5 રેડ પડતી હોવા છતાંય સરકારી બાબુઓ પૈસા કમાવાનો મોહ છોડતા નથી અને રંગેહાથે ઝડપાઈ જાય છે.
એસીબીના છટકામાં મોટા મગરમચ્છ કેમ પકડાતા નથી
સામાન્ય રીતે લોકોની એવી માન્યતા છે કે મોટા મોટા અધિકારીઓ અને સત્તા પર બેઠેલા મંત્રીઓ પર ભ્રષ્ટાચાર કરે છે પણ એસીબીના છટકામાં નાના જ માણસો કેમ ઝડપાય છે જેને લઈને એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર જે વિભાગમાં ફેસ ટુ ફેસ કામ થયુ હોય એટલે કે નાગરિકો કોઈ પણ કામને લઈને જે તે સરકારી અધિકારી કે કર્મચારીને મળતો હોય ત્યાં જ લાંચ માંગવાની- આપવાની શરુઆત થતી હોય છે અને છટકામાં આસાનીથી આવી જાય છે જયારે મોટા અધિકારીઓ કે સરકારી અધિકારીઓ ભાગ્યે જ સામાન્ય નાગરિકો સાથે પ્રત્યક્ષ મુલાકાત આપતા હોય છે તેથી આવા કેસમાં એસીબીને મોટા મગરમચ્છ સુધી પહોંચવુ કઠિન કામ જાય છે.