જંગલમાં ફરજ પરના ફોરેસ્ટ ગાર્ડ સામે અચાનક આવ્યો વાઘ, જૂઓ આ વાયરલ વીડિયો
HD ન્યૂઝ ડેસ્ક, 26 નવેમ્બર: સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે ફોરેસ્ટ ગાર્ડે વાઘનો સામનો કર્યો, તે પછી શું થયું તે હચમચાવી નાખે તેવું છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ પહેલો વીડિયો નથી, જેમાં આવો આત્માને હચમચાવી નાખનારા દ્રશ્યો જોવા મળ્યા હોય, આ પહેલા પણ આવા અનેક વીડિયો રીલીઝ થયા છે, જેને જોઈને કોઈ પણ ડરીને ચીસો પાડી શકે છે. અવારનવાર એવું જોવા મળે છે કે, વન રક્ષકો પોતાનો જીવ જોખમમાં મૂકીને માત્ર જંગલ જ નહીં પરંતુ વન્ય પ્રાણીઓનું પણ રક્ષણ કરે છે. આ કાર્ય ચોક્કસપણે બિલકુલ સરળ નથી અને જ્યારે ભયજનક શિકારીઓનો સામનો કરવાનો આવે છે, ત્યારે તે નિશ્ચિત છે કે, કોઈપણની સ્થિતિ વધુ ખરાબ થશે.
જૂઓ અહીં વીડિયો
What a story of bravery and presence of mind. Shri Annulal and Dahal – two forest guards encountered a tiger in Satpura TR while on duty. One of them captured on mobile. What it takes to save wildlife and forest on field. pic.twitter.com/SuNAadit4y
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2024
હદય હચમચાવી નાખનારો વીડિયો વાયરલ
કલ્પના કરો કે, જ્યારે જંગલનો ભયંકર રાજા અચાનક તમારા પર હુમલો કરે ત્યારે શું થાય, ચોક્કસ કોઈના પણ શ્વાસ અધ્ધર થઈ શકે છે, પરંતુ વાયરલ વીડિયોમાં સ્થિતિ વધુ ખરાબ હોવા છતાં રક્ષકોએ યુક્તિ લગાવીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ રક્ષકોના નામ અનુલાલ અને દાહાલ હોવાનું કહેવાય છે, જેમને પોતાની આસપાસ વાઘની હાજરીનો અહેસાસ થઈ ગયો હતો. આ દરમિયાન તે એક ઝાડ પર ચડી ગયા હતા. આ તરફ વાઘ તેમને દૂરથી જોઈ રહ્યો હતો અથવા તો તેમ કહીએ કે અમુક અંતરેથી જ તેને શિકારની હાજરીનો અહેસાસ થયો હતો. વાઘની ધીમી ગતિ અનુલાલ અને દહલના હૃદયના ધબકારા વધારી રહી હતી. આ દરમિયાન થોડી ક્ષણો માટે બધું થંભી ગયું અને બીજી જ ક્ષણે વાઘ ત્યાંથી જતો રહ્યો.
યુક્તિ લગાવીને વન રક્ષકોએ પોતાનો જીવ બચાવ્યો
આ વીડિયો IFS ઓફિસર પરવીન કાસવાને તેના હેન્ડલ @ParveenKaswan પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેટલી બહાદુરી અને પ્રેઝન્સ ઓફ માઇન્ડની સ્ટોરી છે. સાતપુરા TRમાં ફરજ પર હતા ત્યારે બે ફોરેસ્ટ ગાર્ડનો વાઘ સાથે સામનો થયો હતો. આ ઘટનાને એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. વન્યજીવો અને જંગલોને બચાવવા શું કરવું જોઈએ? તેણે આગળ લખ્યું કે, ‘આ ઘટના ગયા મહિને બની હતી જ્યારે બંને ડ્યૂટી પર હતા, ત્યારે તેમને વાઘ આવવાનો અવાજ સંભળાયો અને બંને ઝાડ પર ચઢી ગયા. અણુલાલે આ વીડિયો બનાવ્યો છે. વાઘના ગયા પછી બંને સુરક્ષિત ઘરે પહોંચી ગયા. આ વીડિયોમાં તમે જોશો કે ફિલ્ડ જોબ કેટલી ખતરનાક છે, પરંતુ શાંતિ ગુમાવ્યા વિના તેમણે યુક્તિથી કેવી રીતે કામ કર્યું. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આ પણ જૂઓ: કાર છે કે રિક્ષા? થ્રી-વ્હીલર ગાડીનો આગળથી કાર અને પાછળથી રિક્ષાનો દેખાવ, જૂઓ વીડિયો