

અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે ગોલ્ડન નામું ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. જેમાં 26 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે 7થી 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અને ફાયર બ્રિગ્રેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફ્લેટમાં માત્ર બેથી ત્રણ પરિવાર હતા
સાંજના સુમારે અચાનક વેજલપુરમાં 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ ફ્લેટને જર્જરીત જાહેર કરાયો હોઈ મોટા ભાગનાં પરિવારો ફ્લેટ ખાલી કરી જતા રહ્યા હતા. જ્યારે હાલ એક કે બે જ પરિવાર ફ્લેટમાં રહેતા હોવાની માહિત મળી રહી છે.
આ બાબતે ફાયર બ્રિગ્રેડની ટીમે જણાવ્યું હતું કે કાટમાળમાં જે લોકો ફસાયેલા હતા. તેઓને ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે રેસ્ક્યું કરીને તેઓને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવતા જાનહાનિ ટળી હતી.