ધર્મવિશેષ

હાલારતીર્થ આરાધના ધામમાં ત્રિદિવસીય જિનભક્તિ મહોત્સવનું આયોજન

Text To Speech
  • આરાધના ધામમાં ત્રિદિવસીય જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
  • મુમુક્ષુ કુમારી જિનલ, રોહીણી, ધારા અને ટીશા દીક્ષાગ્રહણ કરશે.

જામખંભાળિયા, 4 ડિસેમ્બર: હાલારતીર્થ આરાધના ધામ ખાતે આગામી 5 થી 7 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય જિનભકિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુમુક્ષુ કુમારી જિનલ, રોહીણી, ધારા અને ટીશા દીક્ષાગ્રહણ કરશે.

5 ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ગુરૂભંગવતોનું સામૈયું, દીક્ષાર્થીનો પ્રવેશ સહિતના કાર્યક્રમો યોજાશે.

તારીખ 6 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે વરસીદાનનો વરઘોડો, 108 પાર્શ્વનાથ પૂજન અને વિદાય સમારંભ યોજાશે. અને 7 ડિસેમ્બરે ભદ્રંકર પ્રવજ્યા ઉપવનમાં પદાર્પણ, વેશ પરિવર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. દિક્ષાર્થી જીનલબેન સંઘવની વરસીદાનનો વરઘોડો તારીખ 19 નવેમ્બરના રોજ જામનગરમાં ચાંદીબજારમાં આવેલા જૈન દેરાસરથી સવારે 9 કલાકે નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા.

પોરબંદરના રહેવાસી કમલભાઈની પુત્રી ટીશા પણ દિક્ષાગ્રહણ કરશે. ટીશાનો જન્મ તેના મોસાળ અમદાવાદમાં થયો હતો. ટીશાએ પોતાના નાના-નાની સાથે અમદાવાદમાં જ બાળપણ વિતાવ્યું હતું. એક વખત તે પાડોશીના દીક્ષા પ્રસંગમાં ગઈ અને તેને પણ ભક્તિનો રંગ લાગી ગયો.

 આ પણ વાંચો, AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ

Back to top button