કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ત્રિકોણીય જંગ, ખડગે મજબુત દાવેદાર
અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે શશિ થરૂર, મલ્લિકાર્જુન ખડગે અને કે.એન ત્રિપાઠી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. આ મુકાબલામાં ખડગેને ચૂંટણીમાં સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. તેમને G23 જૂથના નેતાઓ સહિત કોંગ્રેસના 30 નેતાઓએ સમર્થન આપ્યું છે.
આવતીકાલે માન્ય ઉમેદવારોના નામની જાહેરાત
દરમ્યાન કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે દ્વારા 14, શશિ થરૂર દ્વારા 5 અને કેએન ત્રિપાઠી દ્વારા એક ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. આવતીકાલે અમે ફોર્મ તપાસીશું અને આવતીકાલે સાંજે અમે ફોર્મ અને ઉમેદવારોના નામ જાહેર કરીશું જે માન્ય છે. તેમણે કહ્યું કે આ ત્રણમાંથી કોઈ પણ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર નથી. તેઓ પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે તે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તટસ્થ રહેશે અને જો કોઈ દાવો કરે છે કે તેમને તેમનું સમર્થન છે તો તે ખોટું છે.