બેવડીઋતુના કારણે અમદાવાદીઓના આરોગ્ય સામે ખતરો


અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી શહેરમા વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરી જનોને બેવડીઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બેવડીઋુતના કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણમાં વધ્યું છે. જિલ્લા વિસ્તારમાં તાવના 372 કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાના 504 જેટલા શંકાસ્પદ કેસ આવ્યા છે. જેથી મેલેરિયાના કેસ વધે નહીં તે માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે.
અમદાવાદમા રોગચાળો વકર્યો
અમદાવાદ શહેરમાં બેવડીઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે અમદાવાદ શહેર અને જિલ્લામાં તાવ, મેલેરિયા, ડાયેરિયા અને ઇન્ફલ્યુએન્ઝા સહિતના રોગના કેસોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં રોગચાળો વધતા તંત્ર એલર્ટ બન્યું છે. આરોગ્ય તંત્રએ આપેલી માહિતી મુજબ તાવના 372 કેસ તેમજ ડાયેરિયાના 166 કેસ નોંધાયા છે. જ્યારે ઇનફ્લુએન્ઝાના 600 અને મેલેરિયાના 504 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જિલ્લા આરોગ્ય તંત્ર બન્યું સતર્ક
જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમારે જણાવ્યું હતુ કે શહેરમાં વધતા કેસોનું પ્રમાણ ખુબ ચિંતા જનક બાબત કહી શકાય. જેથી આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. અને મેલેરિયાન કેસ વધે નહીં તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે.
બાળકોમાં પેટની બીમારીના વધુ કેસ
મહત્વનું છે કે આ બેવડીઋતુની અસર નાના મોટા સૌ કોઈને થઈ રહી છે. જેમાં નાના બાળકોમાં ખાસ કરીને પેટની બીમારીના કેસ વધુ નોંધાઈ રહ્યા છે જ્યારે મોટી ઉમરના લોકોની વાત કરવામાં આવે તો તાવ, મેલેરિયા જેવા કેસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : આજથી દેશમાં થઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર , સીધી જ તમારા ખિસ્સા પર થશે અસર