મેટ્રોમાં ચોરી કરતો ચોર પકડાયો, પછી થયું એવું કે ચોર હાથ જોડવા થયો મજબૂર
- દિલ્હી મેટ્રોમાં એક ચોર પેસેન્જરનું પર્સ ચોરતો ઝડપાયો
- ચોર ચોરી કરતા પકડાયા પછી તેની હાલત જોવા જેવી
દિલ્હી, 8 જુલાઈ: જ્યારે પણ તમે બસ અથવા ટ્રેન દ્વારા ક્યાંક મુસાફરી કરો છો, ત્યારે તમને ચોરોથી સાવધાન રહેવા અનાઉન્સમેન્ટ કે પછી પોસ્ટર લગાયેલા જોયા જ હશે. આ પોસ્ટરો જોઈને મુસાફરો પણ મુસાફરી દરમિયાન સાવચેતી રાખે છે. પરંતુ હવે તમારે મેટ્રોની અંદર પણ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે દિલ્હી મેટ્રોની અંદર પણ ચોર ચોરી કરવા માટે આવી રહ્યા છે. આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. જો તમે આવા વીડિયો નહીં જોયા હોય તો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોંકી જશો. આવો અમે તમને આ વીડિયો વિશે જણાવીએ.
દિલ્હી મેટ્રોનો વીડિયો થયો વાયરલ
દિલ્હી મેટ્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ કાકાની સામે હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે. પરંતુ તે વ્યક્તિ તેને જોરથી લાત મારે છે. આ પછી તે તેને થપ્પડ પણ મારે છે. ચોર કહે, ‘આજ પછી હું આવું નહીં કરું, આજ પછી આવું નહીં થાય.’ આ દરમિયાન આજુ બાજુમાં ઉભેલા લોકો તેનો વીડિયો બનાવતા જોવા મળે છે. વીડિયોમાં એક મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો છે કે, ‘તેને બરાબરનો મારો, તેનો ચહેરો પણ વીડિયોમાં આવવો જોઈએ, જેથી લોકોને ખબર પડે કે કેવા ચોર હોય છે.’
અહીં જૂઓ વાયરલ વીડિયો:
Kalesh b/w Uncle ji and Thief ,thief caught stealing purse Inside Delhi Metro and got beaten 📍Kashmiri Gate Metro Station,Delhi
pic.twitter.com/DcTfiDteJo— Ghar Ke Kalesh (@gharkekalesh) July 7, 2024
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર @gharkekalesh નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિલ્હી મેટ્રોમાં ચોર પર્સ ચોરતો પકડાયો અને પછી માર મારવામાં આવ્યો.’ વીડિયોને અનેક લોકોએ જોયો છે અને તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ ચોરે મેટ્રોની ટિકિટ પર પૈસા લગાવ્યા જેથી તે ચોરી કરી શકે. અન્ય યુઝરે લખ્યું- ખરાબ કામનું ખરાબ પરિણામ. ત્રીજા યુઝરે લખ્યું- તમે કોઈને આટલી હદે ના મારી શકો. અન્ય યુઝરે લખ્યું- તેને CISFને સોંપવો જોઈએ.
આ પણ વાંચો: વિદ્યાર્થીએ ગણિતના પેપરમાં લખી શાયરી, શિક્ષકે વીડિયો બનાવી કર્યો શેર, જૂઓ અહીં