- કાર ચાલકે રિલ્સ બનાવવા માટે જોખમી સ્ટંટ કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા
- કાપોદ્રા વિસ્તારમાં સ્વીફટ કાર ચાલકે છ બાઈક સવારને ઉડાવી દિધા
- અકસ્માત સર્જનાર સાજન પટેલ યુવાનને લોકોએ મેથીપાક આપ્યો
સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ભયંકર ઘટના બની છે. કાપોદ્રા વિસ્તારમાં સ્વીફટ કાર ચાલકે છ બાઈક સવારને ઉડાવી દિધા છે. તેમાં સાજન પટેલ નામના કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અનેકને ટક્કર મારી ઉડાવ્યા હતા. તેમજ અકસ્માત સર્જનાર સાજન પટેલ યુવાનને લોકોએ મેથીપાક આપ્યો હતો.
સુરતમાં તથ્ય પટેલે કરેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી ભયંકર ઘટના બની,જુઓ વિડીયો#surat #suratpolice #suratnews #tathyapatel #ahmedabadaccident #ahmedabadroadaccident #suratroadaccident #news #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/DnWBn3keS8
— Hum Dekhenge News (@humdekhengenews) July 31, 2023
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની જાણો શું આગાહી કરી
કાર ચાલકે રિલ્સ બનાવવા માટે જોખમી સ્ટંટ અને નિયમોના ધજાગરા ઉડાવ્યા
કાર ચાલકે રિલ્સ બનાવવા માટે જોખમી સ્ટંટ અને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જેમાં ગુજરાતમાં ના તો નશાખોરી પર રોક કે ના ઓવરસ્પીડીંગ પર રોક પોલીસ લગાવી શકી છે. તેમાં પોલીસે બે દિવસની ડ્રાઈવ યોજી સંતોષ માન્યો હોય તેમ આ અકસ્માત પરથી લાગી રહ્યું છે. આ ઘટના સુરતના કાપોદ્રામાં બની છે. દારુના નશામાં કારચાલકે રાહદારીઓને ઉડાવ્યા છે. બેફામ કાર હંકારી BRTS રુટમાં લોકોને અડફેટે લીધા છે. જેમાં બાઈકચાલકોને અંદાજે 20 ફૂટ સુધી ઢસડ્યા હતા. તથા ભયંકર અકસ્માતથી કાર પણ 25 ફૂટ દૂર ફંગોળાઈ છે.
કાર ચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈક ચાલકોને ઢસડી નાખ્યા
કાપોદ્રા પોલીસે કારચાલકની અટકાયત કરી છે. તેમજ નશાખોર યુવકની હાલ સ્મીમેરમાં સારવાર હેઠળ છે. તેમજ અકસ્માત બાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. અકસ્માતના પગલે લોકોએ કાર ચાલકને માર પણ માર્યો હતો. તેમજ કાર ચાલક દારૂના નાશમાં હોવાની આશંકા છે. જેમાં કાર ચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈક ચાલકોને ઢસડી નાખ્યા હતા. પોલીસ કાર્યવાહી શરૂ થતા આરોપીએ અગાઉ પણ આ રીતે બેફામ કાર હંકારી છે કે નહિ તેના ખુલાસા થશે.