ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદના વિશાળ ગુંબજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પછી ગુંબજ તૂટી પડ્યો હતો. જો કે અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, આ અકસ્માત 19 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ફૂટેજમાં મસ્જિદ તૂટી પડતા પહેલા ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
उत्तरी जकार्ता की जामी मस्जिद में लगी भीषण आग, देखते ही देखते गिर गया विशालकाय गुंबद…#JakartaMosqueFire #Jakarta #Indonesia #MosqueCollapse #JakartaIslamicCentreGrandMosque pic.twitter.com/a7i2OOuQMg
— Amritanjalie Rai (@AmritanjaliK) October 20, 2022
મસ્જિદમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગી
એક અધિકારીના જણાવ્યા અનુસાર ગુંબજમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ઓછામાં ઓછા દસ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કહ્યું- અમે આગના કારણની તપાસ કરી રહ્યા છીએ. મસ્જિદનું સમારકામ કરતી કોન્ટ્રાક્ટર કંપનીના ચાર મજૂરોની પૂછપરછ કરવામાં આવશે.
2002માં પણ મસ્જિદમાં આગ લાગી હતી, ઘટના ઓક્ટોબરમાં જ બની હતી
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર 20 વર્ષ પહેલા એટલે કે 2002માં ઓક્ટોબર મહિનામાં જ આ મસ્જિદમાં આગ લાગી હતી. ત્યારે રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારબાદ આગને કાબુમાં આવતા પાંચ કલાક લાગ્યા હતા.
આ પણ વાંચો : પેરોલ પર બહાર આવેલા રામ રહીમ કરી રહ્યા છે સત્સંગ, ભાજપના નેતાઓએ લીધા આશીર્વાદ