બાવળા-બગોદરા હાઈવે પર કુલ 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2 લોકોના અવસાન


અમદાવાદ , 26 ડિસેમ્બર 2024 : અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. વિગતો અનુસાર ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના અવસાન થયા છે.
અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી જ ઘટના બનવા પામી છે. અહીં એક કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જોકે અકસ્માત પછી ટ્રકમાં ભયંકર આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આ આખી ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
સૂત્રોનું માનીએ તો બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામના પ્રોબ્લમને સોલ્વ કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું અવસાન થયું છે જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત પણ સામે આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ રૂ.2.35 કરોડનું સોનું ઝડપ્યું, તસ્કરોની યુક્તિ જોઈ પોલીસ પણ દંગ