પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો
- પોલીસે બાઈકને ટક્કર મારનાર કાર ચાલક સામે ગુનો નોંધ્યો
- માતા-પુત્ર બાઈક પર પીપલોદ જઈ રહ્યા હતા
- માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી
પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પીપલોદ ખાતે દીકરીના ખબર અંતર પૂછવા જઈ રહેલા માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવાર સહિત વણઝારા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.
માતા-પુત્ર બાઈક પર પીપલોદ જઈ રહ્યા હતા
આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્ર બાઈક પર પીપલોદ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોધરા-દાહોદ હાઈવે પર કાર ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પીપલોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે બાઈકને ટક્કર મારનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે બાઈકને ટક્કર મારનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, પડશે હાડ થીજાવતી ઠંડી