બાંગ્લાદેશના ઢાકામાં ભયાનક અકસ્માત, બિલ્ડીંગમાં આગ લાગવાથી 43 લોકો ભૂંજાયા
- સાત માળની બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળતાં ઘણા લોકો થયાં ઘાયલ
ઢાકા(બાંગ્લાદેશ), 1 માર્ચ: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા સર્જાઇ હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી 43 લોકોના મૃત્યુ થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની બર્ન્સ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, આગમાં અત્યાર સુધીમાં 43 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, લગભગ 40 ઘાયલોને શહેરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. મૃત્યુઆંકમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે.
At least 43 people were killed and dozens injured on Thursday night after a devastating fire tore through a high-rise building in the Bangladeshi capital of Dhaka. Around 75 people, 42 of them unconscious, were rescued and rushed to several hospitals. #Bangladesh #Dhaka pic.twitter.com/kzLndakBtx
— WatchTower 环球瞭望台 (@WatchTowerGW) March 1, 2024
ઢાકામાં આગ લાગી, 43 લોકો ભૂંજાયા
At least 43 people have died in a terrible fire in the Bailey Road of Dhaka, Bangladesh. pic.twitter.com/YzgarbUkBO
— Hossain Tareq (@HossainTareq6) February 29, 2024
At least 44 people, including 26 women and three children, were killed and 22 critically injured in a fire that broke out at the seven-storey Green Cozy Cottage Shopping Mall on Bailey Road in Dhaka last night. video @HossainTareq6 pic.twitter.com/vOvFhBoFtU
— Hossain Tareq (@HossainTareq6) March 1, 2024
ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી મોહમ્મદ શિહાબે જણાવ્યું હતું કે, ઢાકાના બેઈલી રોડ પર એક લોકપ્રિય બિરયાની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ રાત્રે લગભગ 9.50 કલાકે લાગી હતી. આ પછી, થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. જે બાદ લોકો બિલ્ડિંગમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. માત્ર બે કલાકની જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં 43 લોકોના મૃત્યુ થયા હતા અને 75 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
A #fire broke out at a commercial #building housing multiple restaurants including #Kacchi Bhai at around 9:50pm at #Bailey_Road in Dhaka. pic.twitter.com/OIXDT2H5Vp
— The Business Standard (@tbsnewsbd) February 29, 2024
મૃતદેહો ખરાબ રીતે બળી ગયા, ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ
સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલના જણાવ્યા અનુસાર, ઢાકાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મૃત્યુ થયા છે. ડોક્ટરોનું કહેવું છે કે, ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, પહેલા બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ લોકો ભયથી ઉપરના માળ તરફ ભાગવા લાગ્યા હતા. જોકે આગ ઉપરના માળ સુધી ફેલાઈ જતાં લોકો પાસે બચવાનો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. આવી સ્થિતિમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. બાદમાં ફાયર વિભાગની ગાડીઓએ સીડીનો ઉપયોગ કરીને લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
આ પણ જુઓ: રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર : પુતિનની પશ્ચિમના દેશોને ચેતવણી