કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

હાર્ટ એટેકથી વધુ એક કિશોરનું મોત, નારિયેળીના બગીચામાં કામ કરતાં કિશોરને આવ્યો હાર્ટ એટેક

Text To Speech

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકની ઘટનામાં વધારો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં બે કિશોરના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતુ ત્યારે બીજી તરફ જૂનાગઢમાં નારિયેળીના બગીચામાં કામ કરતાં કિશોરનું નિધન થયું છે.

નારિયેળીના બગીચામાં કામ કરતાં કિશોર ઢળી પડ્યો

મળતી માહિતી મુજબ જૂનાગઢમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું આજે કાર્ડિયક એરેસ્ટના કારણો મોત નિપજ્યું હતું. વાડીમાં જીગ્નેશ વાજા નામનો કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો . આ જોઈને આસપાસના લોકો દાડી આવ્યા હતા. અને સ્થાનિકો લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

જૂનાગઢ હાર્ટ એટેક-humdekhengenews

કાર્ડિયક એરેસ્ટના કારણે કિશોરનું મોત

કિશોરના મોત બાદ ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબે જિગ્નેશ વાજાનું મોત કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : સુપ્રિમ કોર્ટે રાષ્ટ્રીય પુરૂષ આયોગની રચના કરવાની અરજી ફગાવી, કહ્યું- કોઈ આત્મહત્યા કરવા માંગતું નથી

Back to top button