ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગરમાં કિશોરનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઊંઘમાં આવ્યો હાર્ટ એટેક

  • રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે
  • નાની વયે હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે

દરરોજ હાર્ટ એટેકના કિસ્સા બની રહ્યા છે. આજે પાટણ બાદ ભાવનગરમાં 17 વર્ષના એક કિશોરે જીવ ગુમાવ્યો છે.

કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ એટેક અને તેનાથી થતા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. ભાવનગરમાં 17 વર્ષના કિશોર વિજય ચૌહાણને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મૃ્ત્યુ પામ્યો હતો.વિજય રાત્રે 10 વાગે સુઈ ગયો હતો. પણ તેને ઊંઘમાં હાર્ટ એટેક આવી જતા તે સુતા બાદ જાગ્યો જ નહીં. પરિવારજનો બેભાન સમજીને તેને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મૃત્યુથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

તળાજામાં 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ

ભાવનગરના તળાજા તાલુકાના નવા દેવલી ગામે પણ એક 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. નવા દેવલી ગામની જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરમાંથી ઘરે આવીને આરામ કરતી હતી. તે સમયે ઊઘમાં તેનું હૃદય બંધ પડી ગયું હતું. તેને દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. 18 વર્ષની દીકરીનું અવસાન થતા તેનો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નાની વયના યુવાનોના મૃત્યુથી ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્ય શહેરોમાંથી પણ હાર્ટ એટેકથી મૃત્યુના સમાચારો મળી રહ્યા છે.

જામનગરમાંથી વધુ એક યુવાનના મૃત્યુના સમાચાર

જામનગરમાં એક 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે. તેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મૃત્યુ થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો, હેમા માલિની વિશે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું વિવાદાસ્પદ નિવેદન

Back to top button