ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ખો – ખો અને વોલીબોલની રમતમાં ડીસાની એન્જલ્સ શાળાના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા બની

Text To Speech

બનાસકાંઠા 04 ઓગસ્ટ 2024 : એસ.જી.એફ.આઇ. આયોજીત બનાસકાંઠા જીલ્લાના તાલુકા કક્ષાની રમોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ડીસા સરસ્વતી શાળામાં અંડર-14 ,17,19 ભાઇઓ-બહેનોની વોલીબોલ રમતનું આયોજન કરાયું હતું. જેમાં ડીસા તાલુકાની જૂદી-જૂદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં ડીસાની એન્જલ્સ શાળાના અંડર-14 બહેનોની ટીમ વિજેતા બની હતી અને અંડર-17 અને 19 ના ભાઇઓએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ખો-ખોની રમતનું આયોજન ડીસા તાલુકાની માલગઢ ગામની આદર્શ હાઇસ્કૂલમાં કરાયું હતું. જેમાં અંડર-17 ભાઇઓની ટીમ વિજેતા બની હતી અને અંડર-14 ભાઇઓની ટીમ અને 17 બહેનોની ટીમે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર બાયપાસ રોડને લઈને ૧૫ ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી

Back to top button