ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાંથી એલસીબીની ટીમે એકટીવા ચોરી કરનાર એક શખ્સને ઝડપ્યો

Text To Speech

પાલનપુર- 06 ઓગસ્ટ 2024, બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ગઈકાલે ડીસામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની એકટીવા લઈ જતા એક શખ્સને રોકાવી પૂછપરછ કરતા તેની પાસે એકટીવા ચોરીની હોવાનું કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી છે

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી. જી. પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પી એસ આઈ એસ.બી.રાજગોર નરેશભાઈ રાજેશભાઈ મુકેશભાઈ પરમાર અલ્પેશકુમાર સહિત ની ટીમ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા ગાયત્રી મંદીર પાસે રોડ ઉપરથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનુ ગ્રે કલરના એક્ટીવા સાથે એક ઈસમને પકડેલ જેના કબ્જાના એકટીવાની તપાસ કરતા જેની આગળ-પાછળ આરટીઓ નંબર નહોતો.

જેથી એકટીવા ચાલક ભાયલાલ ઉર્ફે દડીયો માલાભાઈ રાવલ ઉંમર વર્ષ ૧૯, રહેવાસી ડીસા બેકરી કુવા વ્હોળા, તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાળા પાસે એકટીવા ગાડીના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોય વધુ પુછપરછ કરતા આ એક્ટીવા આઠેક દિવસ અગાઉ ડીસા બેકરી કુવા વ્હોળામાંથી ચોરી કરેલાનું જણાવતો હોય જે એકટીવા બાબતે ખાત્રી તપાસ કરતા એકટીવાના ચાલક ઈસમને અટક કરી ડીસા ઉત્તર પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચોઃબનાસકાંઠા : સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા ખાતે કરાશે

Back to top button