વધુ એકવાર 108 માટે વાહ, સ્ટાફે 1.5 કિમી ચાલીને ડીલીવરી કરાવી
મોરબીમાં 108ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. 108ની ટીમે મોરબીના વાડી વિસ્તારમાં દોઢ કિલોમીટર સુધી ચાલીને જઈ પ્રસુતાની સફળ ડિલીવરી કરાવી છે. આમ વરસાદને અવરોધ ન બનવા દેતા ચાલીને જઈ 108ની ટીમે તેમજ બાળક બંનેને નવજીવન આપ્યું છે.
108 ટીમે દોઢ કિ.મી ચાલીને જઈ પ્રસુતાની સફળ ડીલીવરી કરાવી
મોરબી આરોગ્ય વિભાગની ટીમે માનવતાનું અનેરું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. ટંકારાના છતર ગામના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી 108 વાહન પહોંચી શકે તેમ ના હોવાથી 108ટીમ પગપાળા ચાલીને દોઢ કિલોમીટર ચાલીને વાડી સુધી પહોંચી હતી અને સફળ ડીલીવરી કરાવી હતી.
ટીમે સફળ પ્રસૃતિ કરાવી માતા તેમજ બાળક બંનેને નવજીવન આપ્યું
છતર ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાનો 108 ટીમને કોલ મળ્યો હતો અને મહિલાની પ્રસૃતિનો સમય નજીક આવ્યો હતો. જોકે 108 ટીમ દ્વારા તે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખેતરના રસ્તેથી વાહન લઇ જવું મુશ્કેલ હતું. જેથી 108 ટીમ પગપાળા ચાલીને દોઢ કિલોમીટર દુર વાડીએ પહોંચી હતી અને સ્થળ પર મહિલાની સફળ ડીલીવરી કરાવી હતી.
આ સેવાકીય કામગીરીમાં 108ટીમના ટંકારાના પાયલોટ મુકેશભાઈ, ઇએમટી ડો. રૂબિયાબેન સહિતની ટીમે સફળ પ્રસૃતિ કરાવી હતી અને માતા તેમજ બાળક બંનેને નવજીવન આપ્યું હતું.
આ પણ વાંચો : જૂનાગઢ: વિસાવદરમાં આભ ફાટ્યું; દોઢ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 ઇંચ વરસાદ